ગુજરાત
News of Thursday, 25th November 2021

નર્મદા : સ્માર્ટ ફોનનો ઉપયોગ આંકડા માટે કરનારા તત્વો સામે સાગબારા પોલીસની લાલ આંખ

સાગબારાના રાણીપુર ગામે મોબાઇલમાં વોટ્સએપ મારફતે આંકડાનુ કર્ટીંગ આપનાર બે પૈકી એક ઝડપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામમાંથી સાગબારા પોલીસે મોબાઇલમાં વોટ્સએપ મારફતે આંકડાનુ કર્ટીંગ આપતા બે ઈસમો પૈકી એકને પકડી પાડ્યો હતો.

 પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પોલીસે બાતમીના આધારે રાણીપુર ગામમાં રેઇડ કરતા ત્યાંથી રમેશભાઇ કાંતિલાલભાઇ વળવી (રહે. રાનીપુર,દવાખાનુ ફળીયુ, તા.સાગબારા) પોતાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં ગે.કા. રીતે આંક ફરકના આંકડાઓ પવન ચિત્રકથી (વળવી) રહે.ખાપર તા.અક્કલકુવા,જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) નાઓ વતી લખી મોબાઇલમાં વોટ્સએપ મારફતે આંકડાનુ કર્ટીંગ આપતા રોકડા રૂા.૯૬૦/-તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂા .૫૦૦૦ મળી કુલ રૂા.૫૯૬૦ના મુદ્દામાલ સાથે પકડાઇ જઈ તથા પવન ચિત્રકથી (વળવી) સ્થળ ઉપર હાજર ન મળતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:19 pm IST)