ગુજરાત
News of Thursday, 25th November 2021

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળા તથા સરકારી આયુર્વેદિક શાખા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનો 200 જેવા લાભાર્થીઓએ લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા તથા સરકારી આયુર્વેદિક શાખા દ્વારા દશા ખડાયતા ની વાડી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ શિયાળની ઋતુમાં પણ બેવડી ઋતુનો અહેસાસ થાય છે,સાથે સાથે હાલ ચિકન ગુનિયા ના કેસો આવી રહ્યા છે તે સંદર્ભે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આયુર્વેદિક,હોમિયોપેથીક અને ટીબી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માં દર્દીઓને નિઃશુલ્ક તપાસ અને દવાઓ આપવમાં આવી હતી. બુધવારે યોજાયેલા આ કેમ્પનો અંદાજે 200 જેવા દર્દીઓ એ લાભ લઇ નિઃશુલ્ક તપાસ અને સારવાર કરાવી હતી.આ કેમ્પ માં ડો.સ્વેજલ ગાંધી,ડો.દીપિકા પટેલિયા,ડો.દિવ્યા,ડો.અંકિતા ,ડો.દૃવિત ચૌહાણ, ડો. ઝંખના વસાવા, ડિસ્ટ્રીકટ ટીબી ઓફિસરે સેવા આપી હતી.જ્યારે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ના સેવાભાવિ આયોજકોએ પણ ખડેપગે સેવા આપી હતી

(10:22 pm IST)