ગુજરાત
News of Thursday, 25th November 2021

નગર હવે લવેબલ અને લીવેબલઃ ધનસુખ ભંડેરી

મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા ભાવનગર ઝોનની ર૭ નગરપાલીકાઓની સમીક્ષા બેઠકઃ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર કોડીનાર પાલીકાનું સન્માનઃ બોર્ડના માધ્યમથી થયેલ વિકાસ કાર્યોની સમીક્ષા

રાજકોટ તા. રપ :.. ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ઝોનવાઇઝ નગરપાલિકાઓની  સમીક્ષા બેઠક યોજાઇ રહી છે તે અંતર્ગત ભાવનગર ઝોનની ૪ જિલ્લાઓની ર૭ નગરપાલિકાઓ માટે ભાવનગર ખાતે ઝવેરીચંદ મેઘાણી હોલ ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ.
જેમાં અમરેલી જિલ્લાની અમરેલી નગરપાલિકા, સાવરકુંડલા નગરપાલિકા, રાજૂલા નગરપાલિકા, બગસરા નગરપાલિકા, જાફરાબાદ નગરપાલિકા, લાઠી નગરપાલિકા, બાબરા નગરપાલિકા, ચલાલા નગરપાલિકા, દામનગર નગરપાલિકા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ નગરપાલિકા, ઉંના નગરપાલિકા, કોડીનાર નગરપાલિકા, સુત્રાપાડા નગરપાલિકા, તલાલા નગરપાલિકા, જુનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા, માંગરોળ નગરપાલિકા, માણાવદર નગરપાલીકા, ચોરવાડ નગરપાલીકા, વિસાવદર નગરપાલીકા, વંથલી નગરપાલિકા, બાંટવા નગરપાલિકા, ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા, પાલીતાણા નગરપાલિકા, ગારીયાધાર નગરપાલિકા, તળાજા નગરપાલિકા, વલ્લભીપુર નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઇ હતી, જેમાં નગરપાલિકાઓના પ્રગતિના કાર્યોનો રીવ્યુ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરીએ જણાવેલ કે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી છેલ્લા પ વર્ષમાં રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂા. ૩૮,પ૦૦ કરોડની ગ્રાન્ટ પુરી પાડવામાં આવી છે, જેનાથી નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ, કોમ્યુનીટી હોલ સહિતની વિવિધ સુવિધાઓ સાકાર થઇ છે. તેમજ જનલક્ષી સુવિધાથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે, નગર હવે લવેબલ અને લીવેબલ બનવા લાગ્યા છે.
લોકોની પાયાની જરૂરીયાત સાથે બાગ-બગીચા વગેરેની સુવિધાઓ ઉંભી કરી મહાનગર જેવી સુવિધાઓ આ નગરપાલિકા વિસ્તારોમાં પણ ઉંભી કરવામાં આવી રહી છે. ત્યારે આ અંતર્ગત ઉંપસ્થિત નગરપાલિકાઓના પ્રમુખ-ચીફ ઓફીસરોને વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણ માટે ફાઇનાન્સ્ બોર્ડ દ્વારા વિકાસના કાર્યો માટે પુરતી ગ્રાન્ટ ફાળવવા અંગ નિર્ધાર વ્યકત કરતા જણાવેલ કે વિકાસ કાર્યોનું સમયસર અને સુચારૂ આયોજન થાય તેમજ પ્રગતિમાં રહેલા અને નવા મુકાનાર પ્રોજેકટ અંગે નિયમિત અંતરાલે રિવ્યુ બેઠક યોજાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
વધુમાં ડો. ધનસુખ ભંડેરીએ જણાવેલ કે દેશના પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમૃત મીશન-ર માં રાજયની તમામ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વિગતો આપી આ યોજનાઓનો મહત્તમ લાભ ઉંઠાવવા આહવાન કર્યુ હતું. તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ પુરી પાડવા માટે કટિબધ્ધ હોવાનું જણાવેલ.
ત્યારે અંતમાં ડો. ધનસુખ ભંડેરીએ ઉંપસ્થિત નગરપાલિકાઓના અધિકારીઓ - પદાધિકારીઓને પ્રગતિમાં રહેલા કાર્યોનું વખતો વખત ફોલોઅપ લઇ તેમાં ગતિશીલતા લાવીને નગરને આદર્શ નગર બનાવવા કટીબધ્ધ થવા જણાવેલ હતું.
આ તકે ધનસુખ ભંડેરીના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં દ્વિતીય ક્રમાંકે આવેલ કોડીનાર નગરપાલિકા તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રક્રમે રહેનાર નગરપાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  
આ તકે ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના સીઇઓ પટ્ટણીએ ભાવનગર ઝોનની ર૭ નગરપાલિકાઓના કાર્યોની વિષદ સમીક્ષા કરી હતી. પીજીવીસીએલના જે. જે. ગાંધીએ નગરપાલિકા વિસ્તારમાં ઉંર્જાની ખપતમાં ઘટાડો કરી વીજ બીલ ઓછુ કરવા વિશે માર્ગદર્શન આપેલ. ભાવનગર પ્રાદેશિક નગરપાલિકાના નિયામક અજય દહિંયાએ સ્વાગત પ્રવચન કરેલ હતું.
સમીક્ષા બેઠકમાં પ્રાદેશીક કમિશનર નગરપાલિકાની કચેરીના અધિક કલેકટર આર. આર. ડામોર, ભાવનગર પ્રાદેશીક કમિશનર કચેરીના સીનીયર અધિકારી ભરતભાઇ વ્યાસ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના નટુભાઇ દરજી, ધીરેનભાઇ, ભાવીનભાઇ તથા વિવિધ નગરપાલીકાઓના પ્રમુખ, ઉંપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસરો, એન્જીનીયરો ઉંપસ્થિત રહ્યા હતાં.  


 

(10:36 am IST)