ગુજરાત
News of Thursday, 25th November 2021

દારૂનો ધંધો ચાલુ રાખવા પોલીસ અને બુટલેગરોની ધમકીથી યુવકની આપઘાતની ચીમકી : વિડિઓ વહેતો કરતા ચકચાર

મનીશે કહ્યું- મે દારૂનો વેપાર કરવાનું છોડી દીધુ હોવા છતા પણ મને ધમકી આપીને દારૂનો ધંધો પાછો શરૂ કરવા દબાણ કરે છે

અમદાવાદ :ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની મોટી મોટી વાતો વચ્ચે એક વિડીયો વાઇરલ થયો હતો. એસએમસી અને શહેર પોલીસની આ વિડીયોએ પોલ ખોલી નાખી હતી. જેમાં એક યુવક અગાઉ બુટલેગર હતો અને હાલ તેણે દારૂનો વેપાર બંધ કરી દીધો હોવા છતા પણ સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદાર અને સ્થાનિક માથાભારે અમુક બુટલેગરો દ્વારા તેને છરી બતાવીને દારૂનો ધંધો ચાલુ રાખવાની ધમકી મળી રહી છે. આ લોકોના અસહ્ય ત્રાસથી કંટાળી તેને આપઘાત કરી લઈશ તેવો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો કર્યો છે.

જો કે હવે જોવાનું એ રહેશે કે આ વિડીયો જોઈ શહેરના સ્વચ્છ છબી ધરાવતા ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે કે કેમ ? જોકે હાલ તો વિડીયો વાઇરલ કરનાર બોગસ છે તેમ કહી ઉચ્ચ અધિકારીઓનું ભૈદી મૌન સેવી રહ્યા છે. વહીવટદાર ઉચ્ચ અધિકારીઓને સાચવતા હોવાથી તેમના સામે કોઈ પગલાં પણ ન લેવાય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

સોશિયલ મિડીયામાં અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેના પગલે પોલીસ પણ એક્સન મોડમાં જોવા મળતી હોય છે, જો કે શહેરમાં ચાલી રહેલા ખુલ્લે આમ દારૂના મોટા ધંધાનો વેપલાનો ચાર જેટલા વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા છે. વિડીયોમાં સરદારનગરનો એક યુવક પોતે પહેલા બુટલેગર હોવાનું અને પોતાનું નામ મનીષ શંકરલાલ હોવાનું જણાવ્યું હતુ.

વિડીયોમાં એવુ જણાવ્યું હતુ કે, કે વહીવટદાર સંદીપસિંહ દારૂનો માલ પોતાનો મુકાવી પકડાવે છે મારે ધંધો નથી કરવો છતાં દબાણ કરે છે. સરદારનગરમાં કિશોર દારૂનો ધંધો કરે છે અને તે વોન્ટેડ હોવા છતાં દારૂનો ધંધો કરે છે.

સરદારનગરના કુખ્યાત બુટલેગર સોનુ સિયાપિયા, ચીકુ અને સુધીર છારા નામના બુટકેગરો કાયદાને બાજુમાં મુકિ બિન્દાસ્ત ધમકી આપી રહ્યા છે. મનીશે જણાવ્યું હતું કે, મે દારૂનો વેપાર કરવાનું છોડી દીધુ હોવા છતા પણ મને ધમકી આપીને દારૂનો ધંધો પાછો શરૂ કરવા દબાણ કરી રહ્યા છે પરંતુ મારે દારૂનો ધંધો કરવો નથી.

અવાર નવાર છરીઓ બતાવીને મને દારૂનો વેપલો ચાલુ રાખવાની ધમકી આપી રહ્યા છે. સરદારનગર તથા કુબેરનગરના વહીવટદારોની મીલી ભગતથી દારૂનો વેપલો ખુલ્લે આમ ચાલી રહ્યો છે.

મારા છોકરાઓ મોટા થવા લાગ્યા હોવાથી મે દારૂનો વેપાર બંધ કરી દીધો છે તેમ છતા પણ આ બુટલેગરો મને ધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં સાબરમતીમાં 12 પેટી દારૂનો વોન્ટેડ હાલ સરદારનગરમાં પોતાનો દારૂનો વેપલો કરી રહ્યો છે અને જો આવી ધાકધમકીઓ આપશે તો હું આપઘાત કરી લઈશ તેવું વિડીયોમાં જાણવા મળી રહ્યું છે. જો કે સરદારનગર અને એરપોર્ટ વિસ્તાર અવાર નવાર દારૂના વેપલા માટે મોખરે રહ્યો હોવાની અગાઉ પણ ચર્ચાઓ થઈ હતી એટલું જ નહીં અગાઉ પણ એક યુવકે જાહેરમાં એક બેનર લગાવ્યું હતુ, જેમાં તેણે એરપોર્ટ અને સરદારનગરના વહીવટદારોની મિલી ભગતથી તથા મોટા ભરણથી દારૂનો વેપલો ખુલ્લે આમ ચાલી રહ્યો હોવાનું તથા તમામ વહીવટદારોના નામ અને એક પીએસઆઈના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે હવે જોવાનું એ રહેશે કે, આ વિડીયોના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે કે મામલો થાળે પાડી દેશે ટ્વિ જોવાનું રહ્યું.

 

આ વિડીયો વાઇરલ થતા સ્પષ્ટ થાય છે કે, દારૂનો વેપાર અમદાવાદ શહેર માં ભરણ સાથે બિન્દાસ્ત ચાલી રહ્યો છે. તેમ છતાં અમદાવાદ ની એજન્સીઓ તો ઠીક પણ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પણ પોતાના ખીસા ગરમ કરી આંખ આડા કાન કરી રહી હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.

(2:03 pm IST)