ગુજરાત
News of Thursday, 25th November 2021

સુરતમાં જીએસટી વિભાગે મોબાઈલ ચેકીંગ દ્વારા લકઝરી બસમાંથી 11 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડયો

સુરત: શહેરમાં જીએસટી વિભાગની મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ દ્વારા બોરીયાચ ટોલનાકા પાસે ચેકીંગ દરમિયાન રાજસ્થાન પાસીંગની સુરત આવતી લકઝરી બસમાંથી કુલ 11 પેટી દારુનો જથ્થો ઝડપી પાડયો છે.જે અંગે જીએસટી વિભાગની ટીમે નવસારી રૃરલ પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જીએસટી વિભાગની મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ દ્વારા આજે બોરીયાચ ટોલનાકા પાસે  રેન્ડમલી ચેકીંગ હાથ ધર્યું હતુ.જે દરમિયાન મુંબઈથી આવતી રાજસ્થાન પાસીંગની લકઝરી બસમાં  મોબાઈલ ચેકીંગ સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી.જેથી જીએસટી વિભાગની ટીમની તપાસ દરમિયાન બસમાં બેઠેલા 11 થી વધુ મુસાફરો ચેકીંગ દરમિયાન બસની નીચે ઉતર્યા હતા. જીએસટી મોબાઈલ સ્ક્વોડની ટીમે લકઝરી બસમાં સઘન તપાસ હાથ ધરતા કુલ 11 પેટી જેટલો દારૃ બિયરના જથ્થો મળી આવ્યો હતો.જે અંગે જીએસટી વિભાગની ટીમે નવસારી રૃરલ પોલીસને જાણ કરતા નવસારી પોલીસે બસમાથી મળી આવેલા દારૃના જથ્થા બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:55 pm IST)