ગુજરાત
News of Thursday, 25th November 2021

સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેટ વેચાણના નામે 11 લોકો સાથે 2.99 કરોડની ઠગાઈ આચરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:શહેરમાં લાલગેટ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલી મિલકતમાં ફ્લેટ વેચાણ સંબંધી ગુનાઈત ઠગાઈનો કારસામાં જેલવાસ ભોગવતા ઈકરા ડેવલપર્સના આરોપી સંચાલકે ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ આરતી અદ્વૈત વ્યાસે નકારી કાઢી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપ્યો છે.

લાલગેટ પોલીસ મથકના હદમાં સીટી સર્વે વોર્ડ નં.11 તથા નોંધ નં.619,620 માં ફરિયાદીની મિલકતમાં રોયલ હાઈટ્સ નામે એકથી વધુ વ્યક્તિને ફ્લેટ વેચાણ કરીને કુલ રૃ.2.99 કરોડની ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતનો કારસા બદલ ઈકરા ડેવલપર્સના આરોપી સંચાલક શાહીદ અબ્દુલ સત્તાર કાપડીયા (રે.નવી ચોલ,સીંધી વાડ ચોકબજાર)ની તા.18-11-20ના રોજ ધરપકડ કરી જેલભેગો કરવામાં આવ્યા હતા.હાલમાં છેલ્લાં એકાદ વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી શાહીદ કાપડીયાએ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આરોપી લાંબા સમયથી જેલમાં હોઈ ચાર્જશીટ રજુ થયા બાદ સાક્ષી પુરાવા સાથે ચેડા થાય તેવી સંભાવના ન હોઈ જામીન આપવા માંગ કરી હતી. વધુમાં આરોપીએ લોકડાઉનના કારણે વેચાણ દસ્તાવેજની કાયદાકીય પ્રક્રિયા કરી શક્યા ન હોઈ સ્થાનિક રહીશ હોવાથી જામીન માંગ્યા હતા.

(5:56 pm IST)