ગુજરાત
News of Thursday, 25th November 2021

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ઇલેકટ્રોનિક્સની દુકાનમાં વૃધ્ધે રહસ્યમય સંજોગોમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર

વડોદરા: શહેરનાનાગરવાડા ચાર રસ્તા પાસે ઇલેક્ટ્રોનિક્સની ઓફિસમાં લોખંડના દાદર પર ગળા ફાંસો ખાઇને કારેલીબાગ વિસ્તારના વૃધ્ધે રહસ્યમય સંજોગોમાં મોતને વ્હાલું કરી દીધું હતું.

આ અંગેની વિગત એવી છે કે કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલી સોનાલિકા સોસાયટીમાં રહેતા કીર્તિકુમાર નટવરલાલ શાહ(ઉ.વ.૬૩) નાગરવાડા ચાર રસ્તા પાસે આવેલી પ્રિસિસન ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ નામની ઓફિસમાં છેલ્લા ૪૦ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા હતાં. આજે સવારે તેઓ નોકરી પર ગયા હતાં અને બપોરે ઓફિસની એક રૃમમાં લોખંડના દાદર પર ચાદરનો છેડો બાંધી ગળા ફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી હતી.

રૃમનો દરવાજો બંધ કરીને કીર્તિકુમારે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. આ અંગે કારેલીબાગ પોલીસે મૃતકની લાશનું પીએમ કરાવીને લાશ સંબંધીઓને સોૅપી હતી. ઉલ્લેખનીય છે કે ઘરનું રિનોવેશન ચાલતું હોવાથી તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચિંતમાં પણ રહેતા  હતાં. પોલીસે આપઘાત અંગે તપાસ શરૃ કરી છે.

 

(5:58 pm IST)