ગુજરાત
News of Thursday, 25th November 2021

અમદાવાદના મણિનગર વિસ્તારમાં લગ્નમાં ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.41 લાખની તસ્કરી કરી

અમદાવાદ: મણિનગરમાં પ્રાણકુંજ સોસાયટી પાસેના એપાર્ટમેન્ટમાં રહેતો પરિવારજનો રાજસ્થાન લગ્ન પ્રસંગે ગયા હતા અને મકાનના તાળા તોડીને તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના અને અલગ અલગ કંપનીની ઘડિયાળો સહિત કુલ રૃા. ૪.૪૧ લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા.

આ કેસની વિગત એવી છે કે મણિનગર વિસ્તારમાં પ્રાણકુંજ સોસાયટી પાસે ચિદમ્બરમ  ફ્લેટમાં રહેતા અને  પ્રગતિ સ્કૂલમાં નોકરી કરતા રણજીતભાઇ આશકરણજી ખત્રી (ઉ.વ.૩૨) તા. ૨૦ના રોજ  પરિવાર સાથે રાજસ્થાન બાડમેર ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પોખરણ ફરીને આજે સવારે વહેલી સવારે પરત આવ્યા હતા, આવીને જોયું તો મકાનના તાળા તૂટેલા અને મકાનના બેડરૃમમાં સરસામાન વેર વિખેર પડેલો હતો. 

તસ્કરોેએ ત્રાટકીને કબાટમાંથી અલગ અલગ કંપનીની ઘડિયાળો તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૪,૪૧,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી આ બનાવ અંગે મણિનગર પોલીસે પોલીસે ચોરીનો ગુનો નાંેધી  આસપાસની સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાહિત થઇ રહ્યા હોય તેમ  દિવાળીના તહેવારોમાં પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નરોડા, મણિનગર, વટવા મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં મકાનોના તાળા તોડીને ચોરીઓ કરી હતી.

(6:00 pm IST)