ગુજરાત
News of Thursday, 25th November 2021

શુક્રવારે સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

સેવા સેતુ થકી પારદર્શક વહીવટની પ્રગતી, નાગરીકોની રજુઆતોનો ઘર આંગણે નિકાલ : સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજય સરકારની સુચના મુજબ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તારીખઃ-૨૬/૧૧/૨૦૨૧ને શુક્રવારે સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ, વિરમગામ ખાતે સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સેવાસેતું કાર્યક્રમમાં નગરપાલીકા દ્વારા આપવામાં આવતી સેવા જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા, વ્યવસાય વેરાની અરજી, ટેક્ષ આકારણીની અરજી, નળ ગટર જોડાણની અરજી, કોવિડ વેક્સિનેશન, આવક જાતી નોન ક્રિમીલેયર દાખલાઓ, રેશન કાર્ડની લગતી અરજીઓ સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

(7:06 pm IST)