ગુજરાત
News of Thursday, 25th November 2021

પતિએ કામવાળી રાખવાની ના પાડતા પત્નીની આત્મહત્યા

સુરત શહેરમાં આવેલા સિટીલાઈટ વિસ્તારની ઘટના : દીકરી હેરાન કરતી હોવાથી કામવાળી રાખવા બાબતે પતિ સાથે વારંવાર થતાં ઝઘડા બાદ પત્નીએ જીવન ટુંકાવ્યું

સુરત, તા.૨૫ : કોરોના વાયરસની મહામારીમાં બીજી લહેર પછી રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓમાં જાણે કે ચોંકાવનારો વધારો થયો છે. ત્યારે સુરત શહેરમાં આવેલા સિટીલાઈટ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનિયર પતિએ કામવાળી રાખવાની ના પાડતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં બે મહિનાની દીકરી હેરાન કરતી હોવાથી કામવાળી રાખવા બાબતે પતિ સાથે વારંવાર થતાં ઝઘડા બાદ પત્નીએ જીવન ટુંકાવી લીધું હતું. પોલીસ તપાસમાં પતિ અને પત્ની વચ્ચે કામવાળી રાખવા બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં રહેતો એન્જિનિયર અંકુર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના સંતાનમાં મહિનાની દીકરી છે. ત્યારે મહિનાની દીકરી હેરાન કરતી હોવાથી એન્જિનિયર અંકુરની પત્ની ઘરકામ માટે કામવાળી રાખવા માટે વારંવાર પતિ અંકુરને જણાવતી હતી. જોકે એન્જિનિયર પતિ અંકુરે કામવાળી રાખી નહીં હોવાથી બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. દરમિયાન મંગળવારે બપોરે પત્નીએ આપઘાત કરી લીઘો હતો.

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને તેના કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોના જીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે લોકોના જીવન પણ ધીરે ધીરે પાટા પર ચઢી રહ્યા છે. નોંધનીય છે કે અત્યારે રાજ્યભરમાં લગ્નગાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. અત્યારે લગ્ન સહિતના સામાજિક સમારંભમાં માત્ર ૪૦૦ લોકોની મર્યાદા રાખવામાં આવી છે. કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(8:52 pm IST)