ગુજરાત
News of Thursday, 25th November 2021

વડોદરા બેનને ત્યાં કથામાં જઈ મિત્ર સાથે પરત બાઈક પર આવતા યુવાનને પોઇચા પાસે અકસ્માત નડતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નવા ફળીયા માં રહેતા યુવાનને પોઉચા નજીક અકસ્માત થતા ઇજાઓ થઈ હતી.

મળતી માહિતી અનુસાર જયેશભાઈ અમરભાઈ કહાર રહે.નવાફળિયા પોલીસ લાઇન પાછળ રાજપીપળા ની ફરિયાદ મુજબ તેમનો પુત્ર દિવ્યેશ કુમાર કહાર વડોદરા ખાતે રહેતા તેના બેન ને ત્યાં કથા માં ગયા બાદ તેના મિત્ર મોટર સાયકલ નંબર GJ.22. N.0343ના ચાલક નચિકેત વિનોદચંન્દ્ર પટેલની પાછળ બેસી વડોદરાથી રાજપીપલા આવતો હતો તે સમયે નચીકેતે મોટર સાયકલ પુરઝડપે બે હંકારી લઇ આવી સામેથી આવતા વાહનોની લાઇટના આજવાળામાં રોડ ઉપર ગરનાળાનું ખોદકામનું ડાયવર્ઝન આપેલ હોય જે નહી દેખાતા મોટર સાયકલ ખોદકામ કરેલ ગરનાળાના ખાડામાં પાડી દઇ પાછળ બેઠેલા તેમના દીકરા દિવ્યેશને છાતીના ભાગે તેમજ જમણા ખભાના ભાગે તથા થાપાના ભાગે ફેક્ચર ઇજા કરી તેમજ નચિકેત ને પણ માથાના તથા શરીરે ઓછી વઘતી ઇજા કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:03 pm IST)