ગુજરાત
News of Thursday, 25th November 2021

અમદાવાદ કલેકટર કચેરીએ કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરાઈ

મૃતકોના પરિવારજનોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથનું પ્રમાણપત્ર આપવા પ્રક્રિયા પણ શરુ

અમદાવાદ : કોરોનાની મહામારી દરમિયાન રાજયભરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે..ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મૃતકોના ડેથ સર્ટિમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિને કોરોના થયાના 30 દિવસમાં મૃત્યુના કેસમાં જ સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આથી આ મૃતકોના પરિવારજનોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથનું પ્રમાણપત્ર આપવા પ્રક્રિયા શરૂ કરાઇ છે...જેના ભાગરૂપે રાજ્યમાં કલેકટર અને તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણની વ્યયસ્થા કરવામાં આવી છે..અમદાવાદ કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે  39 ફોર્મનું વિતરણ કરાયું હતું..જેમાંથી 9 લોકોની કોરોનાં સહાય મંજૂર કરાઈ

(12:12 am IST)