ગુજરાત
News of Saturday, 26th November 2022

નાની સીંગલોટી ગામની સીમમાં આવેલ તરાવ નદીના કિનારે તાજુ જન્મેલું બાળક દાટેલી હાલતમાં મળી આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નાની સીંગલોટી ગામની સીમમાં આવેલ તરાવ નદીના કિનારે એક તાજુ જન્મેલું બાળક દાટેલી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે
  પ્રાપ્ત માહિતી મુજબ મુળજીભાઇ મીરીયાભાઇ વસાવા( રહે,ચોકીમાલી ફળિયુ,નાની સીંગલોટી તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ નાની સીંગલોટી ગામની સીમમાં આવેલી તરાવ નદીના કિનારે પોતાનુ તાજુ જન્મેલુ બાળક તરાવ નદીના પાણીમા પથ્થર તથા ઘાસ વડે દાટી બાળકના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવા અથવા બાળકના જન્મને છુપાવવા દાટી દઈ ગુનો કરનાર અજાણ્યા વિરુદ્ધ દેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:30 pm IST)