ગુજરાત
News of Friday, 27th January 2023

મહેસાણાના મોટીદાઉમાં પાડોશી પરિણીતાની એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

મહેસાણા: તાલુકામાં આવેલા મોટીદાઉ ગામે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી.પરિવારના સભ્યો ખેતરે કામ પર જતાં પરિણતાને એકલી જોઈ પાડોસીએ ઘરમાં ઘૂસી શરીરે આડપલા કરી બિભત્સ માંગણીઓ કરી સમગ્ર મામલે મહિલાએ વિરોધ કરતા પાડોશી યુવક ફરાર થઇ ગયો સમગ્ર મામલે યુવક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે મહિલાએ સમગ્ર ઘટના પતિને કહીશ એમ કહેતા આરોપીએ આ વાત કોઈને પણ ના કહેવા ધમકીઓ આપી હતી બાદમાં મહિલાએ બૂમાબૂમ કરતા મહિલાનો ભણો અને દીકરો ઉપરના રૂમમાંથી આવી જતા આરોપી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના પરિવાર ને જાણ થતાં પરિવાર સાંજે આરોપીના ઘરે જઇ ઠપકો આપ્યો એ દરમિયાન આરોપીએ મહિલાના પરિવાર ને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધકીઓ આપી ગાળાગાળી કરી હતી.સમગ્ર મામલે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ કલમ 354 (ક),452,506 (2),504 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

(5:02 pm IST)