ગુજરાત
News of Saturday, 27th February 2021

અમદાવાદમાં જમીન દલાલનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગનાર એક આરોપી ઝડપાયો : 9 ફરાર આરોપીની શોધખોળ

કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ગોંધી ખંડણી માંગી હતી

 

અમદાવાદ: અમદાવાદમાં ગોવા રબારીનો આતંક સામે આવ્યો છે. જેલમાં રહી ખંડણીના નેટવર્ક ચલાવતો ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના  જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. જે ગુનામા ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી હતી. અન્ય 9 જેટલા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારી છે. આરોપીએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કર્યુ હતુ અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી.

પકડાયેલ આરોપી એ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ગુનામા મહેશ રબારી, નાગજી રબારી,અલ્પેશ હિરવાણી અને કરણ મરાઠી સહીત 9 આરોપી ફરાર છે. જેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની અલગ અલગ 10 ટીમો કામગીરી કરી રહી છે.જમીન દલાલ પાસેથી 1 કરોડ વસુલવા માટે આરોપીએ તેને અને તેના મિત્રની હત્યા ની ધમકી પણ આપી હતી જોકે હવે પોલીસ ખંડણી ના નેટવર્ક નો પર્દાફાશ કરવા અમદાવાદ થી ભૂજ જેલ સુધી તપાસ લંબાવસે ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસ મા શુ ખુલાસા થાય છે .

(9:11 am IST)