ગુજરાત
News of Saturday, 27th February 2021

વડોદરાના સમા વિસ્તારમાં પત્નીને પરેશાન કરનાર શખ્સને પાઠ ભણાવવા પતિએ તલવારથી હુમલો કરતા બે શખસોને સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ પ્રજાપતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્નીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ માં રહેતો સંતોષ પાંડુ રસ્તામાં આવતા જતા મને હેરાન કરે છે. જેથી ગીરીશભાઈ સંતોષ ભાઈને સમજાવવા જતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. અને ગીરીશભાઈને લાફો ઝીંકી દીધો હતો. જેથી ગુસ્સે ભરાયેલા ગિરીશભાઈએ ઘરેથી તલવાર લાવી સંતોષ ભાઈને ડરાવવા પહોંચ્યા હતા જ્યાં સંતોષ ભાઈએ તલવાર છીનવી લઇ ગીરીશભાઈ ને મારતા તેમને ડાબા હાથમાં તલવાર વાગતા ઇજા પહોંચી હતી

ઝઘડા દરમિયાન સંતોષના મિત્ર મનુએ પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી નાસી છૂટયા હતા. ફરિયાદના આધારે પોલીસે મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો સામા પક્ષે સંતોષ પાંડુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મિત્રો સાથે ઘર પાસે બેઠો હતો તે દરમિયાન ગિરીશ પ્રજાપતિ અચાનક તલવાર લઈને ધસી આવ્યો હતો અને હુમલો કર્યો હતો. તે દરમિયાન ઉંધી તલવાર મને પગ પર વાગી હતી. મિત્રો વચ્ચે પડતાં તેમને પણ ઈજા પહોંચી હતી. સંતોષ પાંડુ જીવ બચાવવા ભાગતા ગિરીશ પાછળ દોડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગીરીશભાઈ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.

(5:10 pm IST)