ગુજરાત
News of Saturday, 27th February 2021

ભાજપના મંત્રીઓ, સાંસદો સહિત 50 મહાનુભાવો કયા? કેટલાં વાગ્યે મતદાન કરશે ? : જાણો શેડ્યુલ

કેન્દ્રીય કુષિ મંત્રી પરસોત્તમ રૂપાલા સવારે 7 વાગ્યે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બપોરે 2 વાગ્યે મતદાન કરશે

અમદાવાદ : ભાજપ દ્વારા કાલે યોજાનારી ચૂંટણીમાં ભાજપના પ્રદેશ હોદ્દેદારો તથા રાજય સરકારના મંત્રીઓ તેમ જ સંસદસભ્યો મળીને કુલે 50 જેટલા મહાનુભાવો કયાં અને કેટલાં વાગ્યે મતદાન કરવાના છે તેની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવ્યા મુજબ આ મહાનુભાવો સવારે 7 વાગ્યાથી લઇને બપોરે 2 વાગ્યે મતદાન સ્થળે મતદાન કરવા જશે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેટલાં વાગ્યે મતદાન કરવા જશે તેનો સમય જાહેર કરાયો નથી. તો કેન્દ્રીય કુષિ મંત્રી પરસોત્તમ રૂપાલા સવારે 7 વાગ્યે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બપોરે 2 વાગ્યે મતદાન કરવા જવાના હોવાનું જાહેર કર્યું છે

કોણ કયાં મતદાન કરવા જશે

મંત્રીઓના નામ  મતદાનનો સમય મતદાન સ્થળ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  વોર્ડ નં.4, જન સુવિધા કેન્દ્ર તાલુકા પંચાયતની બાજુમાં, દેત્રોજ રોડ, કડી
કેન્દ્રીય કુષિ મંત્રી પરસોત્તમ રૂપાલા સવારે 7-00 વાગ્યે  મુ. ઇશ્વરીયા પ્રા. શાળા, તા.જી. અમરેલી
કેન્દ્રીય પોર્ટ મંત્રી મનસુખ માંડવિયા બપોરે 2 કલાકે પ્રા. શાળા  પ્રા. શાળા, મુ. હાણોલ, તા. તળાજા, જિ. ભાવનગર
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમા સવારે 9-30 કલાકે સુથારી કુમાર શાળા, મુ.પો. તા. ધોળકા, જિ.અમદાવાદ
વન મંત્રી ગણપત વસાવા સવારે 8-00 કલાકે મુ. વાડી પ્રા. શાળા,તા. અમરાપરા
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સવારે 9-00 કલાકે પ્રાથમિક શાળા, જામકંડોરણા
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર સવારે 8-00 કલાકે પ્રા. શાળા, મુ. દાંતરવડ, તા. હારીજ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમાર  સવારે 9 કલાકે પ્રા. શાળા, મુ. બાબેન, બારડોલી
પાણી, પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા  સવારે 7-00 કલાકે તાલુકા શાળા, ઉગમણી બારી, વિંછીયા
ગ્રામ ગુહ નિર્માણ મંત્રી બચુભાઇ ખાબડ સવારે 7-15 કલાકે મુ. ધાનપુર ( પીપેરો ), બથ નં. 1
પંચાયત મંત્રી જયદ્રથસીંહ પરમાર સવારે 8-30 કલાકે મુ. કંજરી પ્રા. શાળા, તા. હાલોલ
સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ સવારે 7-00 કલાકે પ્રા. શાળા, મુ. કુડાદરા, તા. હાંસોટ, જિ. ભરુચ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું કલ્યાણ મંત્રી વાસણ આહીર સવારે 7-30 કલાકે વલ્લભદાસજી પ્રા. શાળા, મુ. રતનાલ, તા. અંજાર, જિ. કચ્છ
વન મંત્રી રમણભાઇ પાટકર  સવારે 7-00 કલાકે પ્રા.શાળા, મુ. ઘોડીપડા, તા. ઉંમરગામ, જિ. વલસાડ
મુખ્ય દંડક પંકજ દેસાઇ સવારે 7-00 કલાકે ગીતા મંદિર સામે, ઓપન એર થિએટર, સંતરામ સોસાયટી, નડીયાદ
નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ સવારે 8-30 કલાકે  મુ. આંટ પ્રા, શાળા, તા. જલાલપુર

ગુજરાતની 31 જિલ્લા પંચાયતની 980 તથા 231 તાલુકા પંચાયતની 4774 તથા 81 નગરપાલિકાની 2720 બેઠકો મળીને કુલ 8474 બેઠકોની આવતીકાલે રવિવારે ચુંટણી યોજાવાની છે. આ બેઠકો પૈકી 2015માં ભાજપ પાસે કુલ 4656 બેઠકો હતી. તેમાં જિલ્લા પંચાયતમાં 453, તાલુકા પંચાયતમાં 2593 અને નગરપાલિકાની 1610 બેઠકો છે. મતલબ કે કુલ બેઠકોમાંથી 55 ટકા જેટલી બેઠકો ભાજપ પાસે હોવાનો આંકડો ભાજપ દ્રારા જાહેર કરવામાં આવ્યો છે.

આ ચુટણીને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતના મતદારોને વિનંતી કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલે 28મી ફ્રેબુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આ ચુંટણીમાં મતદારોને જંગી પ્રમાણમાં મતદાન કરવા વિનંતી છે. આપને મળેલ મત અધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીનું જતન કરવા વિનંતી કરી છે.

(12:39 am IST)