ગુજરાત
News of Saturday, 27th February 2021

નાના લીમટવાડા પાસે કપાસ ભરેલી ટ્રક પલટી ખાતા ડ્રાઈવર-કંડકટર ને ઇજા,રાજપીપળા સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આજરોજ નાંદોદ તાલુકાના નાના લીમટવાડા ગામ પાસે કપાસ ભરીને પુરપાટ જતી ટ્રક નં. MH.19.CY.4051 મહારાષ્ટ્ર તરફ થી કડી તરફ જતા લીમટવાડા ગામ પાસે માર્ગ ઉપર પલટી ખાઈ જતા ટ્રકને નુકશાન થયું હતું જ્યારે ટ્રકના ચાલાક અકબરભાઈ નહેરમાન તુલાક (રહે.જલગાવ, મહારાષ્ટ્ર )તથા ક્લીનર રામનાથ અશોકભાઈ તુલાકર,(રહે. નાવડી,મહારાષ્ટ્ર) ને ઇજાઓ થતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

(1:12 am IST)