ગુજરાત
News of Thursday, 26th May 2022

સાબરકાંઠાના ઇડરના સુદ્વારાસણા નજીક 2 બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

અન્ય 3 વ્યક્તિઓને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા : પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

સાબરકાંઠાના ઇડરના સુદ્વારાસણા નજીક 2 બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી.જેમાં 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જાદર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતદેહોને પીએમ અર્થે ખસેડયા હતા. તેમજ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ આરંભી હતી

(12:55 am IST)