નરાધમ શિક્ષકે બનવી વિદ્યાર્થિનીને હવસનો શિકાર :ટ્યુશન ક્લાસીસમાં ગુજાર્યો બળાત્કાર
દાહોદના ઝાલોદ ગામે શિક્ષક શેતાન બન્યો: વિદ્યાર્થિનીને ભોગ બનાવવા માટે બાથરુમમાં છુપો કેમેરો લગાવ્યો: ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું : વિદ્યાર્થિની પ્રેગનેન્ટ થતા ફૂટ્યો શિક્ષકનો ભાંડો
દાહોદના ઝાલોદ ગામે શિક્ષક શેતાન બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શન ક્લાસિસમાં જતી વિદ્યાર્થીની પર તેના જ શિક્ષકે નજર બગડી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાસમાં આવતા સનસનાટી મચી ગઈ છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી આ ઘટનાને લઈને શેતાન શિક્ષક સામે ચારે કોરથી ફિટકાર વર્ષી રહ્યો છે. પોલીસે લંપટ શિક્ષક સામે કાર્યવાહી હાથ ધરી છે.
હવસખોર શિક્ષકની પહેલાથી જ આ વિદ્યાર્થિની પર નજર હતી. જેથી તેણે વિદ્યાર્થિનીને ભોગ બનાવવા માટે બાથરુમમાં છુપો કેમેરો લગાવ્યો હતો. ત્યાર બાદ વીડિયો બનાવી પીડિત વિદ્યાર્થિનીને બતાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને ક્લાસમાંથી અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મારી નાખવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી હતી. વધુમાં વારંવાર વિદ્યાર્થિની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થિની પ્રેગનેન્ટ થઈ હવસખોર શિક્ષકનો હોસ્પિટલમાં ભાંડો ફૂટી ગયો હતો.
આ મામલે પોલીસમા અરજી કરાતા પોલીસ દ્વારા આ નરાધમ શિક્ષકને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે