ગુજરાત
News of Friday, 27th May 2022

૩૦ મેના રોજ હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે

પ્રદેશ કાર્યાલય કમલમમાં હાર્દિક પટેલ કેસરિયા કરશે : પુરુષોત્તમભાઇ રૂપાલા અને મનસુખભાઇ માંડવિયા હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન હાજર રહે તેવી શક્‍યતા

અમદાવાદ, તા.૨૭: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી શક્‍યતા છે. મળતી જાણકારી અનુસાર, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાનો તખ્‍તો તૈયાર થઈ ચુક્‍યો છે.  ૩૦ મેના રોજ હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. પ્રદેશ કાર્યાલય કમલમમાં હાર્દિક પટેલ કેસરિયા કરશે.

ભાજપમાં પ્રવેશ કરતા પહેલા હાર્દિક પટેલ સભા યોજી શક્‍તિ પ્રદર્શન પણ કરી શકે છે. કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન હાજર રહે તેવી શક્‍યતા છે.  જો કે હાર્દિક કે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હાર્દિકના નજીકના વ્‍યક્‍તિએ આ માહિતી આપી હતી. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ હાર્દિકે પોતાના નજીકના સાથીઓને ફોન અને મેસેજ કરી ૨૯ અને ૩૦ તારીખે ગાંધીનગર આવવા માટે કહ્યું છે.

(11:18 am IST)