ગુજરાત
News of Friday, 27th May 2022

બાર કાઉ. ઓફ ગુજરાતની ર૯ મેના એકસ્‍ટ્રા ઓર્ડીનરી મીટીંગ બોલાવાઇઃ દિલીપ પટેલને સભ્‍યપદેથી દુર કરવાની ચર્ચા

એડવોકેટ વેલફેર ફંડમાંથી પરિવારને ગેરકાયદે લાભ અપાવ્‍યાનો આક્ષેપઃ બીજી બાજુ અઢી વર્ષની ટર્મ પુરી થતી હોય નવા સભ્‍યોની નિયુકતી કરવાની પણ ચર્ચાઃ અનેક અટકળો વચ્‍ચે ર૯ મીએ મળનાર બેઠકમાં ઠરાવ થશે

રાજકોટ તા. ર૭ :.. ગુજરાત બાર. કાઉન્‍સીલ દ્વારા આગામી ર૯ મે ના રોજ એકસ્‍ટ્રા ઓર્ડીનરી મીટીંગ બોલાવવામાં આવી છે. જેમાં બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બી.સી. આઇ.ના મેમ્‍બર દિલીપભાઇ પટેલનું સભ્‍યપદ રદ કરવા માટે આ મીટીંગ બોલાવાઇ હોવાનું વકીલ વર્તુળોમાં ચર્ચાઇ છે.

બીજી બાજુ એવી હકિકત પણ ચર્ચાય છે કે, બાર કાઉ. ઓફ ગુજરાતમાં બે મેમ્‍બરો પાંચ વર્ષમાં  માટે મોકલવાનું સમરસ ગ્રુપે નકકી  કર્યુ હતું. જેના ભાગરૂપે દિલીપભાઇ પટેલને અઢી વર્ષ બાર. કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર તરીકે મોકલેલ હતાં પરંતુ કોરાના કાળને કારણે એક વર્ષ ખરાબ ગયેલ હોય દિલીપભાઇ પટેલની મુદત એક વર્ષ વધતાં સાડા ત્રણ વર્ષની મુદત નકકી કરવામાં આવી હતી. અને દિલીપભાઇને કામ કરવાનો મોકો આપેલ હતો.  હવે નવા બી. સી. આઇ.ના મેમ્‍બર તરીકે રવિવારે નવુ નામ નકકી કરી મોકલવાનું છે. આ માટે સમરસ ગ્રુપ એક જૂટ બની રહેશે તેમ ચર્ચાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, દિલીપભાઇ પટેલે એડવોકેટ વેલફેર ફંડમાંથી પોતાના પરિવારને ગેરકાયદે લાભ અપાયેલ હોવાના પુરાવા અને આક્ષેપો સાથેની ફરીયાદ બાર કાઉન્‍સીલને આપવામાં આવી હતી.

આ ફરીયાદના સંદર્ભેમાં કહેવાય છે કે, દિલીપભાઇએ વેલફેરમાંથી પરિવારના સભ્‍ય માટે મેળવેલ રકમ પરત જમા કરાવી દીધી હતી. જો કે, બીજી બાજુ આ એક ઉચાપત કહેવાય તેવી ફરીયાદ રાજકોટના એડવોકેટ સંજય પંડિતે ગંભીર આક્ષેપો સાથેની ફરીયાદ પણ કરી હતી.

વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હાલમાં દિલીપભાઇને બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડીયાના સભ્‍ય પદેથી રિકોલ (પરત ખેંચવા) કરવા બાર કાઉન્‍સિલ  ઓફ ગુજરાત દ્વારા તા.ર૯/પ/ર૦રર ના રોજ મિટીંગ બોલાવેલ છે જે મીટીંગમાં આ તેમણે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના હાલના સભ્‍ય પદેથી રિકોલ કરવાનો ઠરાવ કરવામાં આવવાનો છે, વિશ્વનિય સૂત્રોથી જાણવા મળતી વિગતો મુજબ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના કુલ ર૬ સભ્‍યોની કમિટિમાંથી ૧૦ મેમ્‍બરો દ્વારા આ ઠરાવ લાવવા પ્રસ્‍તાવ મૂકવામાં આવેલ છે.

સ્‍ટેટ બાર કાઉન્‍સિલ દ્વારા બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયામાં નોમિનેટ કરેલ પોતાના સભ્‍યને રિકોલ કરવા માટેની જરૂરિયાત ઉભી થયેલ હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્‍સો છે આની પાછળના કારણોમાં દિલીપભાઇ દ્વારા પોતાની સતાનો દુરૂપયોગ કરી પોતાના પરીવારના સભ્‍યોને લાયકાત ન ધરાવતા હોવા છતા એડવોકેટ મેડિકલ વેલ્‍ફેર ફંડમાંથી સહાય આપવી નાણાની ઉચાપત કરવી, અને ચોરી પકડાય ગઇ એટલે ભીંસ પડતા ઉચાપતની રકમ બાર  કાઉન્‍સિલમાં પરત જમા કરવી આ સિવાય પાછલા બારણેથી રાજકોટમાં ઘણી બધી હોટલો ચલાવે છે જે હોટલોમાં તેનો પુત્ર ભાગીદાર છે

વકીલો ઉપર સ્‍ટેટ બાર કાઉન્‍સિલ તથા બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયામાં ચાલતા ડિસિપ્‍લીનરી કેસોમાં પણ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી વકીલની સામેના ફરીયાદીઓ સાથે ભળી જઇ મોટા આર્થિક વ્‍યવહારો કરી, કરાવી વકીલોની સનદ સસ્‍પેન્‍ડ કરાવવાના પણ કરતા હોવાની વાનો પણ ચર્ચાય છ.ે

હાલ રાજકોટ તથા સમગ્ર સૌરાષ્‍ટ્રના વકીલોમાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા દિલીપ કાનજીભાઇ પટેલ ઉપર આગામી મીટીંગમાં શું નિર્ણય લેવાઇ છે તેની વકીલોમાં ચર્ચા થઇ રહી છે. 

(11:53 am IST)