ગુજરાત
News of Friday, 27th May 2022

અમદાવાદના સોલા વિસ્તારના પાર્ક વ્યુ ઍપાર્ટમેન્ટમાં પડોશી રાહુલ પટેલે ૬ વર્ષીય જીયાંશ કાપડીયાનું કારની ડેકીમાં નાખી અપહરણ કરી અવાવરૂ જગ્યાઍ છોડી મુક્યોઃ કારણ અંગે તપાસ

પોલીસે શોધખોળ કરતા બાળક ગંભીર હાલતમાં મળી આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળઃ પોલીસે આરોપીની અટકાયત કરી

અમદાવાદઃ અમદાવાદના પાર્ક વ્યુ ઍપાર્ટમેન્ટમાં રહેતા ૬ વર્ષીય જીયાંશ કાપડીયાની આજ સોસાયટીમાં રહેતા રાહુલ પટેલે કારની ડેકીમાં લઇ અપહરણ કરી અવાવરૂ જગ્યાઍ છોડી મુક્યો હતો. પોલીસ તપાસમાં બાળક ગંભીર હાલતમાં મળી આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ધરપકડ કરી આરોપીનો ઇરાદો શું હતો ? તે બાબતે તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં અપહરણની ઘટના બની છે. શહેરના સોલા વિસ્તારમાં બાળકના અપહરણનો મામલો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં આવેલા પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા એક 6 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ આ બાળકનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ છોડી દીધો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર સોલા વિસ્તારમાં આવેલા પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા 6 વર્ષના બાળક જીયાંશ કાપડીયાનું તેની જ સોસાયટીમાં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિએ અપહરણ કર્યુ હતું. ત્યારબાદ બાળકને કારની ડેકીમાં નાખી અવાવરૂ જગ્યાએ છોડી મુક્યો હતો. બાળક ગંભીર હાલતમાં મળી આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હાલ તો રાહુલ પટેલની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. શા માટે બાળકનું અપહરણ કરવામાં આવ્યું કે, તે પાછળ આરોપીનો શું ઈરાદો હતો તે તો વિગત પોલીસ તપાસ બાદ સામે આવશે.

(5:05 pm IST)