ગુજરાત
News of Tuesday, 27th July 2021

રાજ્યમાં કોરોના વિદાયના પંથે : નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 57 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નહીં :કુલ મૃત્યુઆંક 10.076 : કુલ 8.14.413 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3.69.164 લોકોનું રસીકરણ કરાયું

સુરતમાં 11 કેસ,અમદાવાદ અને વડોદરામાં 4-4 કેસ,મહેસાણા,પંચમહાલ, જામનગર અને રાજકોટમાં 2-2 કેસ,અમરેલી, આણંદ ,અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 285 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 57 દર્દીઓ રિકવર થયા છે
 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે
 દરમિયાન શુક્રવારે રાજ્યમાં કોવીડ 19 અંતર્ગત કાપા વોરીએન્ટના 5 કેસ જોવા મળ્યા છે એમાંથી 3 કેસ જામનગર, 1 કેસ ગોધરા,અને 1 કેસ,મહેસાણા ખાતે નોંધાયો હતો,આ કેસો માર્ચ મહિના તેમજ જૂન મહિનામાં નોંધાયેલ પોઝિટિવ કે પૈકી જિનમ સિક્વન્સી દરમિયાન મળી આવેલ છે,
 આ વેરિએન્ટ આઈસીએમઆરની માર્ગદર્શિકા અનુસાર વેરીનાટ ઓફ ઇંટ્રેસ્ટ છે તેમજ વેરીનાટ ઓફ કન્સર્ન નથી,આ તમામ કેસોના સંપર્કમાં આવેલ વ્યક્તીનોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં હાલ કોઈ વ્યક્તિને લક્ષણો જોવા મળેલ નથી આ ઉપરાંત આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 30 પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે વધુ 57 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.14.413 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું નથી  ,રાજ્યમાં મૃત્યુઆંક 10076 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે
 રાજ્યમાં રસીકરણ વેગવાન બનાવાયું છે, આજે વધુ 3.69.164 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજ્યમાં કુલ 3.21.75.416 વ્યક્તિને રસીકરણ સંપન્ન થયું છે
 રાજ્યમાં હાલ 285 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 380 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.14.413  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 30 કેસમાં સુરતમાં 11 કેસ,અમદાવાદ અને વડોદરામાં 4-4 કેસ,મહેસાણા,પંચમહાલ, જામનગર  અને રાજકોટમાં 2-2 કેસ,અમરેલી, આણંદ ,અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો છે

(7:47 pm IST)