ગુજરાત
News of Thursday, 27th August 2020

મંગળવારથી ૬૮ લાખ ગરીબોને રાહતભાવે અનાજ અપાશે : ૧૬મીથી મફત વિતરણનો તબક્કો

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારાનો (એન.એફ.એસ.એ.) સિક્કો ધરાવતા રેશનકાર્ડ ધારકોને લાભ

 રાજકોટ, તા. ર૭ : રાજય સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા (એન.એફ.એસ.એ.)નો રેશનકાર્ડમાં સિક્કો ધરાવતા ગરીબો પરિવારો માટે તા. ૧ સપ્ટેમ્બરથી રાહત ભાવે અને અને તા. ૧૬ સપ્ટેમ્બરથી વિનામૂલ્યે અનાજ વિતરણ થનાર છે. ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા હેઠળના લાભાર્થી પરિવારોની સંખ્યા ૬૮ લાખ જેટલી છે. બંને તબક્કાનું વિતરણ રાબેતા મુજબની રેશનકાર્ડના છેલ્લા અંકની પધ્ધતિ મુજબના દિવસે થશે.  તા. ૧ થી ૧પ સપ્ટેમ્બર ઘઉં, ચોખા, નિમક વિગેરેનું વિતરણ રાહત ભાવે થશે.  તા. ૧૬ થી આ જ પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યકિત દીઠ પ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે.

(3:16 pm IST)