ગુજરાત
News of Thursday, 27th August 2020

નીલકંઠ બંગ્લોઝ વિરમગામના બાળકોએ ઇકોફ્રેન્ડલી ગણેશજીનું ઘરે કુંડામાં વિસર્જન કર્યું

બાળકોએ વંદના નીલકંઠ વાસુકિયાના માર્ગદર્શન મુજબ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા હતા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :       ગણેશ ચતુર્થીના પાવન દિવસથી વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિરમગામ શહેરના નીલકંઠ રો બંગ્લોઝના બાળકોએ પત્રકાર વંદના નીલકંઠ વાસુકિયાના માર્ગદર્શન મુજબ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા હતા અને ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી હતી. બાળકો દ્વારા ગણપતિદાદા ભક્તિભાવથી આરાધના કરવામાં આવી હતી અને પોતાના ઘરના આંગણે કુંડામાં ઇકોફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કર્યું હતું. જે કુંડામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે તેમાં તુલસીનો છોડ રોપવામાં આવશે.

(3:54 pm IST)