અમદાવાદના બાપુનગરમાં લૂંટના આરોપીને પકડવા ગયેલ પોલીસ પર જીવલેણ હુમલો થતા ગુનો દાખલ
અમદાવાદ: શહેરના બાપુનગરમાં મોબાઈલ અને રોકડ રકમ લુંટી ભાગી ગયેલા બે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. જેમાં આરોપીઓએ લોખંડની પાઈપથી હુમલો કરતા પીએસઆઈ ઘાયલ થયા હતા. જોકે બાપુનગર પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈને મોબાઈલ તથા રોકડ રકમ કબજે કરી હતી.
બાપુનગરમાં રહેતો મોહંમદ હાસીમ મનસુરી ૨૫ આગ્સ્ટના રોજ કામ પર કારખાને જઈને ઘરે આવ્યો હતો. જમીને તે ઘર નજીક પગપાળા જઈ રહ્યો હતો ત્યારે સંદરમનગરમાં રહેતો સરફરાઝ ઉર્ફે બાબા કાલીયો મનસુરી તથા મુજમ્મીલ ઉર્ફે સલમાન એમ શેખ અહીં આવ્યા હતા. સરફરાઝે તેની પાસેનો છરો કાઢીને ચિલ્લાયેગા તો કાટ ડાલુંગા કહીને મનસુરીના કિસ્સામાંથી મોબાઈલ અને રોકડ રકમ મળીને રૃ.૧૬,૦૫૦ ની માલમતા લુંટી લીધી હતી આ અંગે તેણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.