ગુજરાત
News of Thursday, 27th August 2020

વડોદરાના જુના પાદરા રોડ પર કાર ચાલકે એક્ટીવાને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળેજ મૃત્યુ

વડોદરા:શહેરના જૂના પાદરા રોડ પર રીલાયન્સ મોલ સામે ગઇ રાત્રે એક કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક વૃધ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે અટલાદરા-પાદરા રોડ પર દીપદર્શન સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના કનુભાઇ ડાહ્યાભાઇ ચૌહાણ જૂના પાદરા રોડ પર આવેલી શક્તિ પેથોલોજી લેબોરેટરીમાં ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રે તેઓ નોકરી પરથી છૂટીને ઘેર જવા માટે એક્ટિવા લઇને નીકળ્યા હતાં ત્યારે રીલાયન્સ મોલ સામે ડિવાઇડર પાસે લાલ રંગની મારૃતિ કારના ે ચાલકે એક્ટિવાને ટક્કર મારતા કનુભાઇ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

(6:17 pm IST)