ગુજરાત
News of Thursday, 27th August 2020

સુરતમાં રાંદેર ઝોન વિસ્તારમાં ચાલતી શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ ન રહેતા બંધ કરવાની શક્યતા

સુરત:શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ રહેણાંક ઝોન કહેવાતા રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. રાંદેર ઝોન વિસ્તારમાં પાલનપોર પાટિયા વિસ્તારમાં ચાલતી કેટલીક શાક માર્કેટ સંક્રમણ માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. 

જેના કારણે શહેરીજનો માટે જોખમી બની ગયેલી પાલનપોર પાટિયા વિસ્તારની શાક માર્કેટ બંધ કરાવવા માટે રાંદેર ઝોનને તાકીદ કરવામાં આવી છે. 

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેમાં પણ અન લોક બાદ આ વિસ્તારમાં કોરોનાના દર્દીમાં સતત વધારો થઈ રહ્યો છે. 

લોકડાઉન વખતે સૌથી વધુ નિયમોનું પાલન કરતાં રાંદેર ઝોન વિસ્તારમાં હાલ કોરોનાનું સંક્રમણ એટલું વધી ગયું છે કે કતારગામ સૌથી વધુ કેસ રાંદેર ઝોનમાં થઈ ગયાં છે. હાલની સ્થિતિમાં રાંદેર ઝોનમાં 2200થી વધુ કોરોના પોઝીટીવ દર્દી થઈ ગયાં છે. 

(6:18 pm IST)