ગુજરાત
News of Tuesday, 27th September 2022

વડોદરામાં મહિલાની સોનાની બંગડી તફડાવનાર નકલી પોલીસને ઝડપવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

વડોદરા,મહિલાને પોલીસની ખોટી ઓળખ આપી સોનાના પાંચ તોલાની બંગડીઓ ઉતારી લેનાર બાઇક સવાર ત્રણ આરોપીઓની તપાસ  હાથ ધરી છે.બનાવ સ્થળે ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજની ચકાસણી પોલીસે હાથ ધરી છે.

નોવિનો તરસાલી રોડ  પર સુંદરવન સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષના હર્ષાબેન શાંતિલાલ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યે ઘરેથી એકલા નીકળી ટેલરની દુકાને કપડા સીવડાવવા માટે જતી હતી.તે દરમિયાન એક કાળા શર્ટવાળો શખ્સ મારી પાસે આવ્યો હતો.અને તેણે મને જણાવ્યું હતું કે,માસી ઉભા રહો.સામે એક માણસ ઉભો છે.તેને તમારૃં કોઇ કામ છે.તેને તમારી મદદની કોઇ જરૃરિયાત છે.હું તેની પાસે ગઇ ત્યારે તેણે મને પોલીસનું આઇ કાર્ડ બતાવ્યું હતું.અને કહ્યું હતું કે,એક મહિલાને ચાકૂ બતાવીને આરોપીઓ સોનાના દાગીના લૂંટી ગયા છે.જેના કારણે પોલીસનું ચેકિંગ ચાલે છે.આવા સોનાના દાગીના પહેરવા નહીં.અને તેણે મને બંગડીઓ થેલામાં મૂકી દેવા માટે કહેતા મે બંગડીઓ ઉતારીને થેલીમાં મૂકી દીધી હતી.ત્યારબાદ તે ત્રણેય જણા એક બાઇક પર બેસીને જતા રહ્યા હતા.મેં ઘરે જઇને જોયું તો સોનાની બંગડીઓ ગૂમ હતી.

(6:34 pm IST)