ગુજરાત
News of Saturday, 27th November 2021

નર્મદા :આદિવાસી દૂધ ઉત્પાદક સહકારી મંડળી,નિવાલ્દાના માજી સેક્રેટરી વિરુદ્ધ 27.95 લાખનો ઉચાપતનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિભાગની આદિવાસી સહકારી મંડળીના માજી સેક્રેટરી સામે લાખોની ઉચાપત કરવા બાબતે ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોનજીભાઇ બાપુડીયાભાઇ વસાવા(રહે.ચિકદા,દેવજી ફળિયા તા દેડીયાપાડા જી. નર્મદા) એ આપેલી ફરિયાદ મુજબ કાંતિભાઇ વિઠ્ઠલભાઇ રજવાડી(રહે નિંઘટ તા ડેડીયાપાડા જી નર્મદા)એ શ્રી ડેડીયાપાડા વિભાગ આદિવાસી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડ નિવાલ્દા ખાતે સેક્રેટરી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાનના સ.ને ૨૦૧૩/૨૦૧૪ ના વર્ષમા સભાસદ બાકી ખાતે રૂપિયા ૨૨,૮૨,૫૪૬ જે નાણા  મંડળીના રોજેરોજના સ્થાનિક દુધ વેચાણના પોતાના સ્વહસ્તાકક્ષરે સભાસદ બાકી ખાતે ઉધાર વાઉચર બનાવી પોતે સહી કરી પોતાના અંગત કામે વાપરી તથા સભાસદ માલ કરજ ખાતે રૂપિયા ૨,૬૬,૭૪૦ જે પશુ આહાર દાણ અને રોકડ એડવાન્સ તરીકે મંડળી માથી ઉપાડ કરી મંડળીને પરત નહીં કરી પોતાના અંગત કામકાજમા નાણાનો ઉપયોગ કરી તથા દુધ વાહતુક ખર્ચ ખાતે મડ્ળીના દુધવાહતુક રૂટ ઉપર પોતાના બે વાહનો દુધ વાહતુક કરતા હતા જેમા મંડળીના ઠરાવ પ્રમાણે બાર માસનુ દૂધ વાહતુક ભાડુ રૂ ૮,૮૫,૦૦૮ ચુકવવાના  બદલે રૂ ૧૦,૭૭,૬૦૮ વાવચરો બનાવી ઉપાડ કરેલ છે જે વાહતુક ભાડા કરતા વધુ રકમ રૂ ૧,૯૨,૬૦૦ ઉપાડી ઉચાપત કરી તથા કર્મચારી અનામત ખાતે આ ખાતામા મંડળીના તમામ કર્મચારીઓના પગારમાંથી પાંચ  ટકા રકમ કાપી મંડળીના દફ્તરે જમા રાખવામા આવેલ હતા જેમા કર્મચારી અનામત ખાતે પોતાના કપાત કરતા રૂ ૫૩,૪૫૧ વધુ ઉપાડી પોતાના અંગત કામકાજ માટે વાપરી આમ, કૂલ રૂ ૨૭,૯૫,૩૩૭ રૂપિયાની મંડળીમાંથી ઉચાપત કરી આ રૂપિયા પોતાના અંગત ખર્ચમા વાપરી ગુનો કર્યો હોવાની ફરિયાદ ના આધારે ડેડીયાપાડા પોલીસે કાંતિભાઇ વિઠ્ઠલભાઇ રજવાડી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:15 pm IST)