ગુજરાત
News of Saturday, 27th November 2021

ડેડીયાપાડાના ગુલ્દાચામ ગામની નવીનગરીમાં જુગાર રમતા ચાર જુગારિયાઓ 10,640 રૂપિયા સાથે ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગુલ્દાચામ ગામમાં જુગાર રમતા ચાર નબીરાઓને પોલીસે રોકડ રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

 મળતી માહિતી મુજબ ગુલ્દાચામ ગામની નવી નગરી માં ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ત્યાં જુગાર રમતા ચાર પૈકી (૧) છત્રસીંગભાઇ છગનભાઇ વસાવા (૨) વિક્રમભાઇ રમેશભાઇ વસાવા (૩) મુનેશ ભાઇ અમરસીંગભાઇ વસાવા (૪) રણજીતભાઇ શંકરભાઇ વસાવા (તમામ રહે. ગુલ્દાચામ તા.દેડીયાપાડા જિ.નર્મદા) નાઓ છત્રસીંગભાઇ ઉર્ફે કાલુ છગનભાઇ વસાવાના ઘરની પાછળ આવેલ ખેતરના શેઢા ઉપર જાહેરમાં હારજીતનો જુગાર રમી-રમાડી ચારેય શખ્શોની અંગ ઝડતીના રોકડા રૂ.૯૦૪૦  તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૬૦૦ મળી કુલ કિં.રૂ.૧૦,૬૪૦ ના જુગારના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:16 pm IST)