ગુજરાત
News of Saturday, 27th November 2021

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષના નામની ગમે ત્યારે જાહેરાત : વિપક્ષી નેતા ઉપર પણ લાગશે મહોર

રાજકોટ,તા. ૨૭ : ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની મોડી સાંજ સુધી અથવા આવતીકાલે જાહેરાત થવાની શકયતાઓ છે. ઉપરાંત વિપક્ષ નેતા પર આખરી મહોર લાગશે. કોંગ્રેસ કાર્યકર્તાઓની આતુરતાનો અંત આવશે. સંભવત નવા પ્રદેશ પ્રમુખ પદે નવા ચહેરાને મળશે સ્થાન.

પ્રમુખ પદ માટે છેલ્લા હેવાલો મુજબ સર્વશ્રી દિપક બાબરીયા, જગદીશ ઠાકોર અને શકિતસિંહ ગોહીલના નામો સતત મોખરે છે.

જ્યારે વિધાનસભા વિપક્ષી નેતા પદે કોંગ્રેસના આદીવાસી સમાજના ધારાસભ્ય બને તેવી સંભાવના મોટી છે.  ગુજરાત કોંગ્રેસમાં આ ઉપરાંત કાર્યકારી પ્રમુખ પદે હાર્દિક પટેલ ઉપરાંત વધુ ત્રણ નામો ઉમેરાશે.તેવું જાણવા મળે છે.

(3:12 pm IST)