ગુજરાત
News of Saturday, 27th November 2021

મહેસાણામાં યુજીવીસીએલના અધિકારીઓએ દરોડા પાડી 3 લાખથી વધુ જોડાણો ચેક કરી 18 કરોડની વીજ ચોરી પકડી પાડી

મહેસાણા: છેલ્લાં સાતેક માસમાં ઉત્તર ગુજરાતના મહેસાણાપાલનપુરસાબરમતી અને હિંમતનગર સર્કલ હેઠળના વિસ્તારોમાં યુજીવીસીએલના મસમોટા અધિકારીઓકર્મચારીઓના કાફલાએ પોલીસ બંદોબસ્ત સાથે વીજજોડાણધારકોના સ્થળે દરોડા પાડયાં હતા. જે દરોડામાં વીજકંપનીએ આશરે ૩ લાખ જેટલાં જોડાણો ચેક કર્યા હતા. ચેકિંગમાં ૧૦,૬૬૨ જેટલાં જોડાણમાંથી આશરે રૃ.૧૮ કરોડની વીજચોરી ઝડપાઈ હતી. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન વીજ અધિકારીઓની ૨૦ જેટલી ટીમે મહેસાણા સહિતના જુદાજુદા હાઈ-વે પરની ૨૧ હોટલોમાં દરોડા પાડીને રૃ.૬૪ લાખની વીજચોરી ઝડપી હતી. જેના આસામીઓને બિલ ફટકારી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ઘણાં લાંબા અરસાથી મહેસાણા સર્કલ સહિત ઉત્તર ગુજરાતના તાબાના ચારેય સર્કલમાં સમાવિષ્ઠ શહેરો અને ગ્રામ્યપંથકમાં અને ખાસ કરીને હાઈ વે પરની હોટલો સહિતના સ્થળોએ વીજચોરીના બનાવો વધવાના કારણે યુજીવીસીએલના અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. યુજીવીસીએલ કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાપાલનપુરહિંમતનગર અને સાબરમતી સર્કલ હેઠળના શહેરો અને ગ્રામ્યપંથકમાં વીજચોરીના બનાવો વધવાના લીધે લાઈનલોસમાં પણ વધારો જણાતો હોઈ તેને નિયંત્રણમાં લેવા માટે ચારેય સર્કલોને કુલ ૨૪ કરોડના એસેસમેન્ટનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોઈ વીજ અધિકારીઓ અને કર્મચારીઓએ માહે  એપ્રિલ-૨૦૨૧થી ઓક્ટોબર-૨૦૨૧ દરમિયાનનાં  છેલ્લાં સાતેક માસમાં અનેક ઠેકાણે ત્રાટકીને રહેણાંકઉદ્યોગોકોમર્શીયલખેતીવાડીના મળી કુલ ૩ લાખથી વધુ કનેક્શન ચેક કર્યાં હતા. જે પૈકીના ૧૦,૬૬૨ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડી હતી. જેના આસામીઓને કુલ રૃ.૧૮ કરોડના બિલ થમાવી દેવાયા હતા. જો કેનિયત ટાર્ગેટ રૃ.૨૪ કરોડના એસેસમેન્ટને પુરો કરવા માટે વીજઅધિકારીઓએ કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કેકુલ ૧૦૬૬૨ કેસ પૈકીના ગેરરીતિ આચરવાના ૬૦૨૧ કેસમાં આસામીઓ સામે સેક્શન ૧૩૫ મુજબ પોલીસ કાર્યવાહી કરી રૃ.૭૭૩.૩૫ લાખ અને ૧૨૬ તળેના ૪૫૦૬ આસામીઓ સામે કાર્યવાહી કરીને રૃ.૮૮૮.૬૨ લાખનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હોવાનું વીજ વર્તુળોએ જણાવ્યું હતુ.

(6:04 pm IST)