ગુજરાત
News of Saturday, 27th November 2021

વડોદરામાં નિઝામપુરા બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષમાં દુકાનમાં આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

વડોદરાઃ  નિઝામપુરા બસ ડેપો  નજીક આવેલા મારૃતિ કોમ્પ્લેક્સના પહેલા માળે એક દુકાનમાં આગ લાગી હતી.ભાડે અપાયેલી આ દુકાનમાં કાર પોલીશ  માટેના મટિરિયલનોે સ્ટોક હોવાને કારણે ધડાકા થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.ફાયર  બ્રિગેડે એક કલાકમાં આગ કાબૂમાં લઇ લીધી હતી. સાંજે પહેલા માળે આવેલી દુકાનમાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા આસપાસમાં છવાયા હતા.જેને કારણે ત્રણ માળના આ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને ઓફિસોમાંથી લોકો  બહાર આવી જતાં ઉત્તેજનાભર્યા દ્શ્યો સર્જાયા હતા. આ સ્થળે એક ગેસ એજન્સી પણ હોવાની વિગતો જાણવા મળી છે.જો કે આગ આગળ વધતી અટકી જતાં કોઇ દુર્ઘટના થવા પામી નહતી.

(6:08 pm IST)