ગુજરાત
News of Saturday, 27th November 2021

નવસારીની યુવતીના આત્મહત્યા અને દુષ્કર્મ કેસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

અઢી કલાક ચાલેલી બેઠકમાં ગુનાના તમામ પાસાઓ અને પોલીસ દ્વારા રચાયેલી ટીમનો પ્રગતિ અહેવાલ રજૂ કરાયો : સંડોવાયેલ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના

અમદાવાદ : વડોદરા આત્મહત્યા અને દુષ્કર્મ કેસ બાબત. તા-૨૭/૧૧/૨૦૨૧ના રોજ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ યુવતીના આત્મહત્યા અને દુષ્કર્મ કેસ અંગે આ ગુનાની તાત્કાલિક તપાસ થાય અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક શોધીને ધરપકડ કરવામાં આવે તે અંગે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ ગુનાની તપાસ સીટ દ્વારા કરવામાં આવે તે અંગે હુકમો કરવામાં આવેલ. આ કેસની પ્રગતિ અંગે આજરોજ ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશક અને આ સીટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવેલ જે બેઠક આશરે અઢી કલાક સુધી ચાલેલ. આ બેઠકમાં સીટ સાથે સંકળાયેલ દરેક ટીમ કઇ-કઇ દિશામાં કામ કરી રહી છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાના તમામ પાસાઓ અને પોલીસ દ્વારા રચાયેલી ટીમનો પ્રગતિ અહેવાલ રજૂ થયેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા આ કેસમાં સંડોવાયેલ આરોપીઓને શોધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે બાબતની સુચના પણ કરવામાં આવેલ

(8:35 pm IST)