ગુજરાત
News of Saturday, 27th November 2021

રાજ્યમાં ડિસેમ્બરમાં યોજાનાર ગ્રા. પં. ની ચૂંટણીઓમાં ઉમેદવારીના સોગંદનામાને બદલે એકરારનામાં સહિત સુધારા

સરપંચના હોદા અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવાર દ્વારા ભાગ ૯ ખરાઈ શીર્ષક હેઠળ સોગંદનામાને બદલે એકરાર નામું સામેલ કરવા તથા ખરાઈ શીર્ષકમાં જુબાની આપનારને બદલે એકરાર કરનાર શબ્દો સામેલ

ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અન કલેક્ટર તમામ ને પત્ર પાઠવીને ડીસેમ્બર ૨૦૨૧માં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાબતે ઉમેદવારોના સોગંદનામાને બદલે એકરારનામાં સહિત સુધારાની જાણ કરવામાં આવી છે.

 (૧) પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૧૦-૧૦- ૨૦૦૬ ના જાહેરનામાં ક્રમાંક: કેપી-૨૫-ઓફ-૨૦૦૬-ઇએલસી-૨૦૦૩- ૧૪૩૫-ગ. (૨) પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરિપત્રક્રમાંક: ચટણ-૧૦૨ર૦૦૬-૩૨૯૫-ગ, તા,૧૮-૧૦-૨૦૦૬ શ્રીમાન/મહોદયા, ઉપર્યુક્ત વિષય અન્વયે અજ્ઞાનુસાર જણાવવાનુ કે, આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે,

, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૧૦-૧૦-૨૦૦૬ના જાહેરનામા ક્રમાંકઃ કેપી-૨૫-ઓફ-૨૦૦૬-ઇએલસી-૨૦૦૩-૧૪૩૫-ગ.માં દર્શાવેલ જાહેરનામાંથી ગુજરાત પંચાયત ચૂંટણી નિયમ ૧૯૯૪ના નિયમ-૧૨ના પેટા નિયમ-૭ માં નીચે મુજબ પ્રમાણે પરંતુક ઉમેરાયેલ છે.

“Provided that for the election of member or a Sarapanch of Village Panchayat. a

candidate or as the case may be, his proposer shail, at the time of delivering the

nomination papers to the retuming officer deliver the dectaration in respect of part Vil,

VII and IX, Form-4 on ordinary papers instead of an affidavit sworned by the candidate

before Magistrate of the first class or a notary”

ઉપરોક્ત જોગવાઇ મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત-દેવા-શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારીપત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે પ્રથમવર્ગના મેજીસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરવાના થતા સોગંદનામાના બદલે નિયત નમુનામાં સાદા કાગળ પર એકરારનામું કરવાની જોગવાઇ કરેલ છે.

૨ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરિપત્રક્રમાંક: ચટણ-૧૦૨૦૦૬-૩૨૯૫- , તા.૧૮-૧૦-૨૦૦૬ મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્રના ભાગોમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવેલ છે.

(૧). ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદ્દ માટે અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે

ઉમેદવારી કરતાં ઉમેદવાર દ્વારા ભાગ-૮માં દર્શાવેલ નમુનામાં સોગંદનામા'ને બદલે 'એકરારનામું' ગુનાહિત ભૂતકાળની વિગતો માટે કરવાનું થાય છે.

(૨). ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે

ઉમેદવારી કરતાં ઉમેદવાર દ્વારા ભાગ-૯માં દર્શાવ્યા અનુસાર જગમ મેલકત-દેવાં-ક્ષણણિક

લાયકાત અનુસંધાને સોગંદનામા'ને બદલે 'એકશરનામું' કરવાનું થાય છે.

(૩). ગ્રામ પંચાયતની ચૂંટણીઓની પ્રક્રિયામાં વહીવટી મુશ્કેલી નિવારવાના હેતુસર

'ઉમેદવારીપત્રના નમુના-૪નો ભાગ-૨ ભરવો જરૂરી બનતો નથી' ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરખાસ્ત કરનારનીજ જરૂર રહે છે. ૯(નવ) ટેકેદારોની જરૂર રહેતી નથી

(૪). ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે

ઉમેદવારી કરતાં ઉમેદવાર દ્વારા ભાગ-૮ની બીજી લીટીમાં સોગંદનામા'ને બદલે એકરારનામુ' સામેલ કરવા તથા ચોથી લીટીમાં 'ગંભીરતા પૂર્વક પ્રતિજ્ઞા કરૂ છું' પછીના 'સોગંદપૂર્વક'ના શબ્દ કાઠી નાખવા, “ખરાઇ' શિર્ષક હેઠળ દર્શાવેલ પ્રથમ લીટીમાં 'સોગંદનામાં'ને બદલે 'એકરારનામું' સામેલ કરવા તેમજ બખરાઇ' શિર્ષકની છેલ્લી લીટીમાં જુબાની આપનાર'ને બદલે એકરાર કરનાર' અને તેની નીચેની 'નોધ': શિર્ષકના જુબાની આપનાર' શબ્દને બદલે એકરાર કરનાર' શબ્દો સામેલ કરવા.

(૫). ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદા માટે અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે

ઉમેદવારી કરતાં ઉમેદવાર દ્વારા ભાગ-૯ના ખરાઇ' શિર્ષક હેઠળ દર્શાવેલ પ્રથમ લીટીમાં

સોગંદનામા'ને બદલે એકરારનામું' સામેલ કરવા તેમજ ખરાઇ' શિર્ષક છેલ્લી લીટીમાં જુબાની આપનાર' બદલે એકરાર કરનાર' શબ્દો સામેલ કરવા નિર્ણય થયેલ છે.

3, સ્વરાજ્યના એકમો માટે ગુજરાત સ્થાનિક સત્તા મંડળ લોઝ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ થી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩૦માં ઉમેરો કરી (ત) "તે બે કરતા વધુ બાળકો ધરાવતો હોયતે વ્યક્તિ સભ્ય થવા માટે ગેરલાયક થશે તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇ વ્યક્તિલક્ષી છે તેથી વ્યક્તિગત બાળકોની સંખ્યા ધ્યાને લેવાની રહે છે.

૪. ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૧૪થી ગુજરાત પંચાયત

અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩૦ પેટા કલમ (૧) માં WS (S) પછી (ડડ) નીચે મુજબ છે.

* જૈનો સામાન્ય રહેઠાણના સ્થળે વોટર ક્લોઝેટ અથવા જાજરૂની સગવડ ન હોય

સ્પષ્ટીકરણ; આ ખંડના હેતુ માટે, “વોટર ક્લોઝેટ અથવા જાજરૂની સગવડનો અર્થ,

અધિનિયમની કલમ ૧૦૭ના સ્પષ્ટીકરણમાં વોટર ક્લોઝેટએ શબ્દનો જે અર્થે આપવામાં આપ્યો છે તે જ થશેગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૦૭માં સ્પષ્ટીકરણમાં "વોટર ક્લોઝેટ" અથવાજાઝરૂની સગવડનો અર્થે નીચે મુજબ છે.

* વોટર ક્લોઝેટ એટલે સંડાસ તરીકે વપરાતું ક્લોઝેટ, જેમાં પાણીથી મળ ધકેલાતો અથવા લઇ જવાતો હોય અને તેમાં એક્વાપ્રીવી/ગેસ પ્લાન્ટ, ગેસ પ્લાન્ટ સાથે જોડાયેલ લેટ્રીન (પી.આર.એ.આઇ. પ્લાનીંગ રીસર્ચ એક્શન ઇન્સ્ટીટ્યુટ) ટાઇપ, સેપ્ટીકટેન્ક ટાઇપ , હેન્ડ ફ્લેશ ટાઇપ, બોરહોલ ટાઇપ, ક્લેપ ટ્રેપ ટાઇપ તરીકે ઓળખતા ટાઇપના અથવા રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામાંથી નિર્દિષ્ટ કરે તેવા બીજા કોઇ ટાઇપના ક્લોઝેટનો સમાવેશ થાય છે." ઉકત (૩) અને (૪માં દર્શાવેલ કિસ્સામાં ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો ૧૯૯૪ના નિયમ-૧૫ મુજબ ઉમેદવારીપત્રનો નિર્ણય જયાં જરૂરી જણાય ત્યાં જરૂરી તપાસ કરી , આઘારો મેળવી પોતાને સંતોષ થાય તે રીતે ચૂંટણી અઘિકારીશ્રીએ કરવાનો રહે છે. ઉકત જોગવાઇઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સભ્ય/સરપંચના થવા માટે ગેરલાયકાતો દર્શાવે છે. આ અંગે ઉમેદવારી ફોર્મમાં કોઇ સુધારા કરવામાં આવેલ નથી તે ઉમેદવારી ફોર્મનો ભાગ નથી. આ અંગે જો કોઇ રજૂઆત આવે અથવા ચૂંટણી અધિકારીને જરૂર જણાય ત્યાં તે માટે તપાસ કરી શકશે. જરૂર જણાય ત્યાં ઉમેદવાર પાસેથી બાંયેઘરી પત્ર (સેલ્ફ ડેકલેરેશન) મેળવવાનું રહેશે. પ આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં ઉપરોકત બાબતો ધ્યાને લેવાની રહેશે. આ અંગે જો કોઇ મુશ્કેલી જણાય તો અસલ પરિપત્રો/ આદેશ ધ્યાને લેવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી કરતી વખતે લાગુ પડતા કાયદાઓની જોગવાઇઓ ઘ્યાને લેવાની રહેશે.

(8:37 pm IST)