ગુજરાત
News of Saturday, 27th November 2021

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સાથે બેઠક અથવા પંચાયતનું કોઈ લહેણું બાકી નથી તેની વિગત ઉમેદવારી પત્રમાં સમાવિષ્ટ હોય અલગથી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નહીં

ઉમેદવારના એકરારનામાંમાં ગુનાહિત ભૂતકાળનો સમાવિષ્ટ હોય પોલીસ ક્લિયરરન્સ સર્ટી અલગથી રજૂ કરવાનું રહેતું નથી

ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તમામને ડીસેમ્બર-૨૦૨૧માં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાબતે પત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગના સંદર્ભ દર્શિત પત્રથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ રજૂ કરવાના ઉમેદવારીપત્ર અંગે જરૂરી સૂચના આપવામાં આવેલ છે.

પ્રસ્‍તુત બાબતે જણાવવાનું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામપંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ રજૂ કરવાના ઉમેદવારીપત્ર સાથે બેન્ક અથવા પંચાયતનું કોઈ લ્હેણુ બાકી નથી તે અંગેની વિગત ઉમેદવારીપત્રના ભાગ-૯માં સમાવિષ્ટ હોઈ અલગથી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નહી. ઉમેદવારે કરવાના થતા એકરારનામાના ભાગ-૭ અને ૮માં ઉમેદવારના ગુનાહિત ભૂતકાળનો સમાવેશ થતો હોઈ પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ અલગથી રજૂ કરવાનું રહેતું નથી.

ઉક્ત બાબતની સૂચના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નિમાયેલ તમામ ચૂંટણી અધિકારીશ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓના ધ્યાને મુકવા જણાવવામાં આવે છે. વધુમાં આ બાબતે ઉમેદવારીપત્ર રજૂ કરવાના કે ચકાસણી કરવાના દિવસે કોઈ રજૂઆત/વાંધો લેવામાં આવે તો ચૂંટણી અધિકારીશ્રીએ યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે જે બાબત તમામ ચૂંટણી અધિકારીશ્રીઓના ધ્યાને લાવવા વિનંતી છે. જી સી બ્રહ્મભટ્ટ સચિવ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર એ જણાવેલ છે.

(8:48 pm IST)