ગુજરાત
News of Saturday, 26th November 2022

ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. છતાં ચૂંટણીમાં ધ્રૂવીકરણ કરવાનો પ્રયાસ: ઓવૈસી

ઓવૈસીએ કહ્યું -અહીં કોઈ વોટબેંકમાં સેંધ લગાવવા માટે નથી. અમે ભાજપની વિરુદ્ધ લડવા માટે આવ્યા છીએ

અમદાવાદ : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તે વાતથી ઇનકાર કર્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની ભૂમિકા કોંગ્રેસની વોટબેંકમાં સેંધ લગાવવાની હશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા અમારી પાર્ટી પર આવો આરોપ લગાવે છો તો તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ કરી રહ્યાં છે.

AIMIM ના ભુજ તથા માંડવીથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર શકીલ અહમદ શમા તથા મોહમ્મદ ઇકબાલ માંજલિયાના પ્રચાર માટે આવેલા ઓવૈસીએ કહ્યુ કે, ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. તેમ છતાં ગુજરાત ચૂંટણીમાં મુસ્લિમ વિરોધી માહોલ બનાવી ધ્રૂવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. સમાન નાગરિક સંહિતા, મહરૌલી હત્યાકાંડ જેવા મુદ્દા રાજ્ય ચૂંટણીમાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.

ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો કે છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સતત ભાજપ સામે હારી રહી છે, કોંગ્રેસને કોઈએ પણ ભાજપને હરાવવા માટે રોકી નથી છતાં આ ચૂંટણીમાં આવી વાતો કેમ થઈ શકે છે. ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ બંને પર ભાજપની બી-ટીમ હોવાનો આરોપ લગાવ્યો છે, કોંગ્રેસે પહેલા આ સવાલનો જવાબ આપવો જોઈએ.

કચ્છની બે સીટ ભુજ તથા માંડવીમાં એઆઈએમઆઈએમે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. ઓવૈસીએ પોતાની પાર્ટીને વોટ કપાવવા પર વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે તેમની પાર્ટીની ભૂમિકા કોંગ્રેસની વોટવેંકમાં સેંધ લગાવવાની નથી. કોંગ્રેસ તથા તેના નેતા અમારી પાર્ટી પર આવો આરોપ લગાવે છે તો તે પોતાની નિષ્ફળતા છુપાવવા આ કરી રહ્યાં છે. 

(1:21 am IST)