ગુજરાત
News of Sunday, 27th November 2022

અમારી સરકારને ગરીબો માટે સમર્પિત : ભ્રષ્ટ્રાચારમાં જતા લાખો કરોડો રૂપિયા સીધા ખાતામાં પહોંચ્યા: પીએમ મોદી

ખેડામાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું વોટબેંકના ભૂખ્યા અમુક લોકો સર્જીકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવે છે.

અમદાવાદ :ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. ત્યારે ભાજપના પ્રચારની કમાન ખુબ વડાપ્રધાન દીએ સંભાળી છે.

પીએમ મોદી પ્રથમ તબક્કા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. ત્યારે આજે રવિવારે વડાપ્રધાન મોદી ત્રણ રેલીઓ સંબોધવાના છે. જેમાં સૌથી પહેલી સભા તેમણે ભરૂચના નેત્રજમાં સંભોધી હતી. પછી ખેડામાં પહોંચ્યા હતા.

ખેડામાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે આ ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટેની નથી. આગામી 25 વર્ષ જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવે ત્યારે ગુજરાત ક્યા હોય તેના માટેની ચૂંટણી છે. વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં કોઈપણ માપદંડમાં પાછળ ન હોય એવું ગુજરાત બનાવવા માટેની આ ચૂંટણી છે.  ભાજપના સંકલ્પપત્ર માટે ગુજરાત ભાજપની ટીમ અભિનંદનને અધિકારી છે. સંકલ્પપત્ર માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને અભિનંદન પાઠવુ છું

પીએમ મોદીએ કહ્યું -આ જિલ્લો એવો જેણે કોંગ્રેસને બોવ નિકટથી ઓળખી લીધો છે. તમારા આર્શીવાદથી હુ મોટો થયો છુ. તમે મારા શિક્ષક છો, તમે જ મારા સંસ્કાર દાતા છો, દેશના છેવાડાના માનવીનું કલ્યાણ કેમ થાય તે જ ભાવના મારા મનમાં રહી, અમારી સરકારને ગરીબો માટે સમર્પિત કરી દીધી છે. દુનિયાના દેશો એવુ કહે છે કે ભારતના ગામડામાંથી ગરીબી હટી ગઇ છે. યુવકોને આગળ વધારવા માટે અમે કામ કરી રહ્યા છીએ, છેલ્લા 8 વર્ષમાં 11 કરોડથી વધુ યુવાઓને સ્કોલરશીપ આપી છે. મારે ગરીબી ચોપડીમાં નથી વાંચવાની, મે ગરીબી જોયેલી છે.  મેં ગરીબી જોયેલી છે, એના કારણે સામાન્ય વર્ગ માટે 10 %નું આરક્ષણ પણ આપણી સરકારે કરી દીધું. તમારે ડોક્ટર કે એન્જિનિયરિંગ થવુ હોય તો અંગ્રેજીમાં ભણવુ પડે અને આના માટે શહેરમાં જવુ પડતુ, આ કારણે ડોક્ટર બનવાનુ સપનુ ક્યારેય પૂરુ ન થાય

-પીએમ મોદીએ કહ્યું,આપણે એક જ ઝાટકામાં માતૃભાષામાં શિક્ષણ આપવાનુ નક્કી કર્યુ અને માતૃભાષામાં શિક્ષણ મેળવીને ડોક્ટર કેમ બની શકાય તે અમે કરી બતાવ્યુ, તમે વિચાર કરો આટલી મોટી આફત આવી હતી. કોરોનાની દુનિયા પર આફત આવી હતી ત્યારે અમે નક્કી કર્યુ ગરીબનો ચુલો બુઝાવવો જોઇએ નહી. આજે પણ મફતમાં અનાજ આપવાનુ કામ કરીએ છીએ. આપણે નગરપાલિકામાં એલઇડી બલ્બ લાવ્યા તેથી વિજળીના બિલમાં બચત થાય છે. હવે તો સૂર્ય શક્તિથી કામ કરીએ છીએ. મફતની વાત છોડો સરકારને વિજળી વહેંચો તે તમને રૂપિયા આવશે એ દિશામાં સરકાર કામ કરી રહી છે.તમારો દિકરો દિલ્હી શા માટે બેઠો છે ? મે નક્કી કર્યુ ઘરમાં કોઇ બિમાર હોય તેનો ખર્ચ દિલ્હીથી તમને મળશે

મધ્યમ વર્ગના પરિવારમાં દવાખાનામાં જતા 20 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.ભ્રષ્ટ્રાચારમાં જતા લાખો કરોડો રૂપિયા સિધા રૂપિયા તમને પહોંચ્યા. આ એવો પ્રધાનમંત્રી છે એક રૂપિયો મોકલો એટલે 100 રૂપિયા પહોંચે. વચ્ચે કોઇનો હાથ જ ન આવે. અહીઁથી પૂરા દેશને કહેવા માંગુ છું.કે કાલે 26/11માં મુંબઈમાં જે આતંકી હુમલો થયો હતો તે આતંકી પરાકાષ્ઠા હતી. -આપણું ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકીઓના નિશાના પર રહ્યું છે.

થોડા સમય પહેલા અમદાવાદ કોર્ટે સજા આપી છે. ગુજરાત ઇચ્છતુ હતુ કે આંતક પૂરૂ થઇ જવુ જોઇએ.ગુજરાતમાં આંતક વાદીઓને પકડતા હતા અને કાર્યવાહી કરતા હતા. પરંતુ કોઇ ભૂલી ન શકે તે દિલ્હીમાં બેઠેલી સરકાર આતંકવાદીઓને છોડવા માટે પૂરી તાકાત લગાવતી હતી. કોંગ્રેસની સરકાર આતંક નહીં પરંતુ મોદીને ટાર્ગેટ કરતી રહી. દિલ્હીમાં બાટલાહાઉસ એકાઉન્ટ થયુ ત્યારે કોંગ્રેસના નેતાઓ આંતકવાદના સમર્થનમાં રોવા લાગ્યા- કોંગ્રેસ આતંકવાદને પણ વોટ બેંકની રીતે જોઇ રહી છે.-2014માં તમારા વોટની તાકાતે આતંકવાદને પછાડવામાં ખૂબ મદદ કરી છે ભારત છોડો સીમા પર પણ આંતકની આકાઓ આવતા પહેલા સો વખત વિચારવુ પડે છે

(9:01 pm IST)