ગુજરાત
News of Saturday, 28th January 2023

ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીનું સન્માન

રાજકોટ,તા. ૨૭: આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે ૭૪મા પ્રજાસત્ત્ાક દિનની રાજયકક્ષાની ઊજવણી નિમિત્ત્ ગુજરાત રાજયના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીનું સન્માન કરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં વિવિધ પ્રેરક આયોજનો બદલ પિનાકી મેઘાણીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હ્રદયથી આભાર માન્યો હતો. ઙ્ગ

ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય, સંગીત અને કલાની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય, માતૃભાષા ગુજરાતીનાં પ્રચાર-પ્રસાર તથા દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન માટે પિનાકી મેઘાણી સતત કાર્યરત છે. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજયાં હતાં તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િઓને વેગ આપવા માટે તેઓ સવિશેષ પ્રયત્નશીલ છે. નવયુવાનોને પ્રેરિત કરતી રાષ્ટ્રહિતની પ્રવૃત્ત્િ તેઓ લાગણીથી પ્રેરાઈને નિૅંસ્વાર્થભાવે અને સંપૂર્ણ બીન-વ્યવસાયિક રીતે કરે છે જે ખાસ ઉલ્લેખનીય છે.

પિનાકી મેઘાણીના સ્નેહીજનોઃ અમેરિકા સ્થિત ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડો. શેણી નાનકભાઈ મેઘાણી અને એમનાં પતિ કેઈન ડેવિસ, લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની સ્વ. વજુભાઈ શાહ, પૂર્વ-સાંસદ સ્વ. જયાબેન શાહના પુત્ર અને અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ડો. અક્ષય શાહ, સ્વાતંત્ર્ય-સેનાની સ્વ.મણિલાલ કોઠારીના દોહિત્રી અનાર અક્ષય શાહ, છેલ્લા પાંચ દાયકાઓથી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓનાં હૈયે મેઘાણી-ગીતોને અસલ સ્વરૂપે જીવંત રાખનાર ખ્યાતનામ લોકગાયક, સાહિત્ય-લોકસાહિત્ય-અભ્યાસુ, બોટાદ જિલ્લાના સરવા ગામના મૂળ વતની અને અવસરે સન્માનિત અભેસિંહ રાઠોડ, છેલ્લા ૪૦ વર્ષથી ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે કાર્યરત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, જૈન અગ્રણી જતીન ઘીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:09 am IST)