ગુજરાત
News of Saturday, 28th January 2023

નર્મદા ના આદિવાસી વિસ્તારોમાં ઉંચા વ્યાજદરે લોન આપી કડક ઉઘરાણી કરતી ગેંગ હજુ પણ સક્રિય

ઘરે જઈને ગ્રાહકોને ધમકાવી રૂપિયાની માંગણી કરતા હોવાની ફરિયાદ : ગ્રાહકોના સહી કે અંગુઠાના નિશાન વગર આ ખાનગી ફાઇનાન્સ કંપનીઓ ગામના વચેટિયાઓને સાથે રાખી ગ્રાહકોને ધમકાવે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં પોલીસ વ્યાજખોરો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં હજુ પણ કેટલીક ખાનગી ફાઇનાન્સ એજન્સીઓ ગરીબ આદિવાસીઓ ને લોભામણી જાહેરાતો કરી ઉંચા વ્યાજદરે લોનો આપે છે અને ગ્રાહકોએ લોન લીધા પછી તેની ભરપાઈ કરી દીધી હોવા છતાં જાતે રીન્યુઅલ કરી બાદમાં કડક ઉઘરાણી કરે છે અને હાલ પણ આ ઉઘરાણી ચાલુ છે ત્યારે આ સ્થાનિક  આદિવાસી લોકો ની મદદે નર્મદા પોલીસ આવે એવી માંગ સાથે આવી એજન્સીઓના પ્રતિનિધિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ હવે લોકો તૈયાર થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના સાગબારા, બોડીફળી, ઉમરકોઈ, પાટલામહુ, ટાવલ, નાની દેવરૂપણ, ઉભારીયા, ભોર આંબલી, રછવાડા જેવા અનેક ગામો ના 100 થી વધુ લોકો ખાનગી ફાઇનાન્સ  કંપનીઓના દ્વારા ભોળા અભણ આદિવાસી ને લોભામણી જાહેરાતો આપી.લોન આપી જેના તમામ હપ્તા જેતે લાભાર્થીએ આપી પુરી.લોન ભરપાઈ કરી હોવા  છતાં તાજેતર માં આ ખાનગી ફાયનસ.કંપનીઓ દ્વારા લાભાર્થીઓ ને નોટિસ આપી ઉંચી રકમ ની માંગણી કરી રહ્યા છે.કોઈના 50 હજાર છે તો કોઈના એક લાખ થી વધુ આમ સાગબારા ડેડીયાપાડા તાલુકાના 100 થી વધુ ગામોમાંના અનેક લોકો આ લોન ના ઉંચા વ્યાજના ચક્કરમાં ફસાયા છે..આ ફાયનાન્સ કંપનીઓ ઉઘરાણી કરે છે. અને લાભાર્થીઓને ધમકાવે છે.એટલે પોલીસ આવા સ્થાનિક લોકોને રક્ષણ પૂરું પાડે અને આવા એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.

 

આ બાબતે ફરિયાદીઓ ફરિયાદ કરે છે પરંતુ ફાયનાન્સ એજન્સી ઓનું કહેવું છે.કે કોરોના કાળ સમયે લોકડાઉન માં વ્યક્તિગત સંપર્ક થઈ શક્યો નથી એટલે એજન્ટો દ્વારા કામ કરાવવા માં આવ્યું હતું. એમા તેઓ વચેટીયા તરીકે કામ કરતા હોય તેઓ લાભાર્થીઓના રૂપિયા લઈ ને ફરાર થઇ ગયા છે.જેમાં ફાયનસ કંપની નો કોઈ વાંક નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ વચેટીયાઓ કોને રાખ્યા હતા એ પણ ફાયનાન્સ કંપની નું કામ કરતા હતા હવે જ્યારે તેઓ રૂપિયા લઈને ભાગી ગયા હોય તો જવાબદાર કોણ..જેથી તમામ કાર્યરત ફાયનાન્સ કંપનીઓ જવાબદાર  કહેવાય પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બની છે..

 

(11:25 pm IST)