News of Saturday, 28th May 2022
નરેન્દ્રભાઈના સૌરાષ્ટ્ર આગમન પૂર્વે હાર્દિક ભાજપમાં જોડાઇ જશે?
ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ આગામી ૨૫ કે ૨૬ મેના રોજ કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ જશે તેમ જાણવા મળે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ૨૮ મેના રોજ રાજકોટ નજીકના જસદણ આટકોટ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે તે પૂર્વે જ સંભવતઃ હાર્દિક પટેલ ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તેવી જોરદાર શક્યતા છે.
(10:27 pm IST)