ગુજરાત
News of Saturday, 28th May 2022

સાંસદ મનસુખભાઇના હસ્તે કાળિયાભૂત મંદિરથી કોર્ટે સુધીના 1.26 કરોડના ખર્ચે ડામર રોડનું ખાતમુૂર્ત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલ લાંબા સમયથી વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં રસ્તા ખોદાઈ જતા ગ્રામજનોમાં નારાજગી હતી પરંતુ હવે આ નારાજગી ટુંક સમયમાં દૂર થશે આજરોજ મનસુખભાઇ વસાવાના હસ્તે રાજપીપળાના કાળિયા ભૂત મંદિરથી કોર્ટે સંકુલ સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રોડ રૂપિયા 12 કરોડ 26 લાખના ખર્ચે બનશે ત્યારે આ ખાત મુહુર્ત કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ ચીફ ઓફિસર, નગરપાલીકા સદસ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ મનસુખભાઇએ જણાવ્યું કે રાજપીપળા નગરપાલિકા દ્વારા હાલમાં ઘણા વિકાસના કમો ચાલી રહ્યા છે જેના કારણે લોકોને તકલીફ પડે છે પરંતુ ગામનો વિકાસ જરૂરી હોય માટે થોડી તકલીફ આવે એ સ્વાભાવિક છે પરંતુ ભૂગર્ભ ગટર,ગેસ લાઈન બાદ હવે રસ્તાના કામો થઈ રહ્યા છે જેમાં હાલ કાળિયા ભૂત મંદિરથી કોર્ટે ના ડામર રોડનું કામ ચાલુ થયું છે.
પાલિકા પ્રમુખ કુલદીપસિંહએ જણાવ્યું કે ઘણા સમયથી નગરજનો બાબતની ફરિયાદ કરી રહ્યા હતા પરંતું ગેસ લાઈન,ભૂગર્ભ ગટર સહિતના કામો ચાલતા હોવાથી રસ્તાનું કામ થયું ન હતું હાલમાં જ્યાં જ્યાં આ કામો પૂર્ણ થયા છે ત્યાં રોડનું કામ શરૂ થશે જેમાં આજે કાળિયાભૂત મંદિરથી કોર્ટે તરફના માર્ગનું સાંસદના હસ્તે ખામુહૂર્ત કર્યું છે.

(10:47 pm IST)