ગુજરાત
News of Saturday, 28th May 2022

વડોદરા મહાલક્ષ્મી જવેલર્સના પ્રોપરાઇટર વિરુદ્ધ ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ

રાજકોટ તા.૨૮: રાજકોટમાં પદ્માવતી જવેલર્સના પ્રોપરાઇટર હર્ષદકુમાર તારાચંદ શાહ અને વડોદરાના મહાલક્ષ્મી જવેલર્સના  પ્રોપરાઇટર ગીતાબેન બાલકૃષ્‍ણભાઇ સોની અવાર-નવાર ચાંદીના દાગીનાનો વેપાર કરતાંહતા. જેના આખરી હિસાબ પેટે આરોપી ગીતાબેન બાલકૃષ્‍ણભાઇ સોની એ કુલ રૂપિયા ૫,૫૧,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ એકાવન હજાર પુરા આપવાના હતા જેના અવેજ પેટે આપેલ રૂ. ૫,૫૧,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ એકાવન હજાર પુરાનો  ચેક રિટર્ન થતાં પદ્માવતી જવેલર્સના પ્રોપરાઇટર હર્ષદકુમાર  તારાચંદ શાહ દ્વારા કોર્ડમાં ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરતાં કોર્ટ આરોપી સામે સમન્‍સ કાઢવાનો હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે ફરિયાદને કુલ રૂ. ૫,૫૫,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ એકાવન હજાર પુરા આપવાના હતા જે રકમ આરોપીએ થોડા સમય બાદ આપવાનું કહેલ. ત્‍યારબાદ અવાર નવાર ફરિયાદીેએ આરોપીને પેમેન્‍ટની યાદી આપતા આરોપીએ ‘અમે કોઇ પણ પ્રકારના સિલ્‍વર ઓરનામેન્‍ટસનો કોઇ માલ ખરીદેલ નથી તમો ખોટું અને બોગસ બિલ બનાવેલ છે.'' તેવી વાત કરી પોતાની જવાબદારી માથી છટકવા ગલ્‍લા- તલ્લા કરવા લાગેલ તેમજ હું કોઇ પણ પ્રકારના પૈસા તમને નહિ આપુ. આ કામના ફરિયાદી એ કાયદેસરની લેણી રકમની માંગણી કરતાં આ કામના આરોપી દ્વારા ફરિયાદીને તેમની કાયદસરની લેણી રકમ પેટે ચેક આપેલ અને એવું વચન અને વિશ્વાસ આપેલ કે સદરહું ચેક અમો ફરીયાદી અમારા ખાતામાં જમા કરાવશું તો અમોને અમારી કાયદેસરની લેણી રકમ મળી જશે. તેમજ અમો ફરિયાદી એ ઘણી વખત આરોપી ને ચેક મુજબની રકમ તેમના ખાતામાં જમા રાખવા  જણાવેલ તેમજ આરોપીને જાણ કર્યા પછી તા. ૨૨/૦૩/૨૦૨૨ના રોજ અમો ફરિયાદીની બેંક આઇ. સી.આઇ.સી.આઇ બેન્‍ક રાજકોટના ખાતામાં ચેક જમા કરાવેલ જે ચેક તા. ૨૨/૦૩/૨૦૨૨ ના રોજ એકાઉન્‍ટ કલાર્કના શેરા સાથે પરત ફરેલ જેથી ફરિયાદીઅ તેમના વકીલશ્રી મારફત તા. ૨૮/૦૩/૨૦૨૨ના રોજ લીગલ ડિમાન્‍ડ નોટિસ મોકલેલ જેનો આરોપીએ ઉડાઉ જવાબ આપેલ તેમજ અમો ફરિયાદીની લેણી રકમ ચૂકવેલ નહી.
 આમ તે ચેક ફરિયાદી પોતાના ખાતામાં જમા કરાવશે તેમજ આરોપીને ફરિયાદીને એવું પાકુ વચન વિશ્વાસ અને ખાત્રી આપી ચેક આપેલ તે પરત ફરલ અને આરોપી એ તેમનું ખાતું બંધ કરાવી ચેક રિટર્ન કરાવેલ હોય તે આરોપીનું કૃત્‍ય ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટની કલમ ૧૩૮ વિગરે મુજબનો ગુનો કરેલ છે જેથી ફરિયાદી એ ના. કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં કોર્ટ દ્વારા આરોપીને સમન્‍સ કરી કોર્ટમાં હાજર થવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કામમાં ફરિયાદી વતી પી. એમ.શાહ લો ફર્મના એડવોકેટ શ્રી પિયુષભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીતેશભાઇ કથીરિયા, નિવિદભાઇ પારેખ, હર્ષિલભાઇ શાહ, જીતેન્‍દ્રભાઇ ધૂળકોટિયા, વિજયભાઇ પટગીર, રાજેન્‍દ્રભાઇ જોશી, વિશાલભાઇ સોલંકી, કિશનભાઇ ચાવડા, જિજ્ઞેશભાઇ ચાવડા, પરાગભાઇ લોલારિયા રોકાયેલા હતા.

 

(12:21 pm IST)