ગુજરાત
News of Saturday, 28th May 2022

કાલે ગુજરાત રાજ્‍ય ફાર્માસિસ્‍ટ મંડળની સભા વડોદરા યોજાશે

કેશોદ, તા. ર૮ : ગુજરાત રાજ્‍યના હેલ્‍થ અને મેડિકલ વિભાગના રાજ્‍ય સરકારમાં ફરજ બજાવતા ફાર્માસિસ્‍ટની સામાન્‍ય સભાનું આયોજન રવિવારના રોજ વડોદરા મુકામે કરવામાં આવેલ છે. જેમાં વીતેલા વર્ષના હિસાબો તેમજ મળતક ફાર્માસિસ્‍ટને શ્રદ્ધાંજલિ તેમજ નિવળત્ત થયેલ ફાર્માસીસ્‍ટોનું સન્‍માન કરવામાં આવશે.

તેમજ ફાર્માસિસ્‍ટ દ્વારા પોતાની ફરજ સિવાયના અન્‍ય કોઈપણ ક્ષેત્રે કોઈ આગવી ઉપલબ્‍ધિ કરેલી હોય તેવા ફાર્માસિસ્‍ટ મિત્રોનું પણ ગુજરાત રાજ્‍ય ફાર્માસિસ્‍ટ મંડળ વતી સન્‍માન કરવામાં આવશે તેવું સરકારી હોસ્‍પિટલ, કેશોદ ખાતે  ફરજ બજાવતા ગુજરાત રાજ્‍ય ફાર્માસિસ્‍ટ મંડળના મીડિયા કોઓર્ડીનેટર દીપેન અટારાની યાદીમાં જણાવેલ છે

(1:48 pm IST)