ગુજરાત
News of Saturday, 28th May 2022

ગાગર ગામ પાસે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં બે શખ્સોને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાગર ગામ પાસે બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે શખ્સોને ઇજા થતાં રાજપીપળા સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા

પ્રાપ્ત માહિતી મુજબ ગાગર ગામ પાસે બે મોટર સાઇકલ વચ્ચે થયેલા અકસ્મામાં શામળભાઇ ભાયલા ભાઈ વસાવા (35)( રહે.ગાગર )તેમજ અંકિત મહેન્દ્રભાઈ વસાવા(18) (રહે.નામલગઢ )નાઓને ગંભીર ઈજાઓ થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. હાલમાં જ બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરી છે.

(11:33 pm IST)