ગુજરાત
News of Tuesday, 28th June 2022

ફુલવાડી ગામે ખેડૂતોનાં ખેતરોમા ચોમાસા ટાંણેજ પાઇપ લાઇનો નંખાતા રોષ

ખેડુતોએ ચોમાસાની સીઝન શરૂ થતાં વાવણી કરી અને પાણીપુરવઠા વિભાગ દ્વારા જે. સી. બી. ખેતરોમા ફેરવાયા - ખેડુતો ની મંજુરી કે તેમને જાણ પણ ના કરાઈ હોવાનો આરોપ:ખેડુતોએ વિરોધ કરવાનો પ્રયાસ કરતા તાલુકા વિકાસ અધિકારી પોલીસ સાથે પહોંચ્યા હોવાની ગ્રામજનોની કેફિયત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામા આવેલ નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરને પીવાનું પાણી પુરૂ પાડવાનો સરકાર નો નિર્ધાર છે,ત્યારે નર્મદા જીલ્લા માં કેટલાક ગામોમાં કરજણ ડેમ આધારીત પીવાના પાણી પૂરું પાડવાની યોજના હોવા છતાં આ યોજનાને અભરાઈએ ચઢાવી નવી યોજના અંતર્ગત ચોમાસાની સીઝન દરમિયાન જ ખેડુતો ના ખેતરો માથી પાઇપ લાઇન નાખવા માટે જે સી.બી. મશીન દ્વારા ખોદકામ કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ફુલવાડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની પાઇપ લાઇનો નાખવા માટે ખેતરો મા જે. સી.બી. દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ફુલવાડી ગામના લોકોમા યોજનાનુ કામ અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે, ખેડુતો એ પોતાના ખેતરોમા બિયારણો વાવી દીધા હોય ને ખેતરમાં મસીનો ફરતા પોતાના વાવેતરને નુકસાન થતું હોય ને જે એજન્સી અંતર્ગત કામ ચાલતું હતું તેને અટકાવ્યું હતુ, જેથી તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ ફુલવાડી ગામે પહોંચી હતી, લોકો ને જાણ કર્યાં વગરજ તેમનાં ખેતર માં પાઇપ લાઇનો નાંખી હતી.
એજન્સી કે અધિકારીઓ જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઇ સમજ આપવામાં આવી નહોતી કે જેમના ખેતરોમાથી પાઇપ લાઇનો પસાર થાય છે તેમને વળતર પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, અને ખેતરો મા પાઈપો નંખાઇ હતી.આ મામલે ખેડૂતો મા રોષ જોવા મળી રહી છે. કેટલાક લોકો એ તો કામકાજ પણ અટકાવ્યું હતુ. ખેડુતો ચોમાસા ટાણે જ કેમ કામગીરી હાથ ધરાઇ તેનો વિરોધ કરી રહ્યા છે.
 ફુલવાડી ગામ મા પીવાના પાણી માટે પાઇપ લાઇન નાખવા માટે ખેતરો મા જે સી. બી. મસિનો ખેડૂતોને જાણ કર્યાં વગર ફેરવતાં લોકો મા રોષ જોવા મળ્યો છે ત્યારે ગરૂડેશ્વર એ. પી. એમ. સી.નાં ડિરેક્ટર અને ફુલવાડીના આગેવાન રમણ ભાઇ તડવીએ આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉનાળાની સીઝન ગયું એજન્સી એ કે અધિકારીઓ એ તે સમયે કેમ કામ ના કર્યું હાલ લોકો વાવેતર કરવામાં લાગ્યા છે ત્યારે ખેતરો મા જે. સી. બી. ફેરવવામાં આવે છે જેથી નુકસાન થયી રહ્યું છે. લોકો ને વળતર અંગે પણ કોઈજ માહીતી આપવામાં આવી ના હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વિશેષ માં જણાવ્યું હતું કે કરજણ ડેમ આધારીત પીવાના પાણીની પાઇપ લાઇનો અગાઉ નાંખી જ છે તો પછી નાણાં નો દુરવ્યય સરકાર કેમ કરે છે.

(10:17 pm IST)