ગુજરાત
News of Wednesday, 28th July 2021

રાજ્યમાં ઠેર ઠેર ખોરાક અને નિયમન તંત્ર દ્વારા પાણીપુરીની લારીઓ, ફેરિયાઓ અને દુકાનોમાં ચેકીંગ ઝુંબેશ : પાણીપુરી, પાણીપુરીનું તૈયાર પાણી, ચટણી, માવો તથા અન્ય કાચા માલના ૬૩૬ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા

ચોમાસાને ધ્યાને લઈને પાણી અને ખોરાક જન્ય રોગચાળો અટકાવવા તંત્ર દ્વારા પગલાં : કુલ ૧૫૦૦ કિલો બટાકા મસાલો અને ૧૩૩૫ લીટર તૈયાર પાણીપુરીનું પાણી ચેક કર્યા

ગાંધીનગર : આથી કમિશ્નરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદી જણાવે છે કે, જાહેર જનતાને શુધ્ધ, સલામત, પોષણક્ષમ્ય આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હંમેશા પ્રયત્નશીલ છે. પાણીપુરી, ચટણી પુરી વિગેરે ફાસ્ટકુડનો રાજ્યના તમામ નાના-મોટા નાગરીકો રોજિદા વપરાશ માટે  ઉપયોગ કરતા હોઇ તથા હાલની વર્ષા-રુતુને ધ્યાને લઇ પાણી-ખોરાક-જન્ય રોગચાળો અટકાવવા તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાણીપુરી વેચતા ફેરીયાઓ/વેપારીઓની લારીઓ/દુકાનોની તપાસ માટે રાજ્ય વ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવેલ. જેમાં પાણીપુરી વેચતાં આશરે ૪,૦૦૦ જેટલા કેરીઆઓ/લારીઓ/દુકાનોની તપાસ કરવામાં આવેલ હતી અને તપાસ દરમ્યાન પાણીપુરી, પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણી, માવો વગેરેના કાચા માલની ગુણવત્તાની ચકાસણી માટે કુલ-૬૩૬ નમુનાઓ લઇ પુથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે તથા સ્થળ ઉપર તપાસ દરમ્યાન જાહેર જનતાના આરોગ્યને ધ્યાને લઇ પ્રાથમિક દ્રછીએ જોવા મળેલ વાસી તથા ખરાબ/બગડેલા ખોરાકનો આશરે ૧૫૦૦ કિ.ગ્રા. બટાકા/મસાલો અને આશરે ૧,૩૩૫ લીટર પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણીનો તૈયાર જથ્થો કે જેની બજાર કિંમત અંદાજે રૂ. ૯૦,૫૬૯/- થવા જાય છે તેનો નાશ કરવામાં આવેલ જેને કારણે રાજ્યમાં ચોખ્ખાઇનું પાલન ન કરતા પાણીપુરી, ચટણીપુરી વેચતા ફેરીઆઓ/વેપારીઓમાં ફફડાટ ફેલાયેલ છે.

(10:32 pm IST)