ગુજરાત
News of Wednesday, 28th July 2021

ભાજપ દ્વારા પ્રદેશ ડોક્ટર સેલના પ્રદેશ સભ્યોના નામોની ઝોનવાર યાદી જાહેર

સૌરાષ્ટ્ર ઝોનમાં ડો. અમિતભાઇ હાપાણી ( રાજકોટ ), ડો. પરેશભાઇ સોંલકી ( ભાવનગર ), ડો. અતુલભાઇ વેકરિયા ( જામનગર શહેર ) તથા ડો. ચેતનભાઇ અધેરા ( મોરબી )ની નિમણૂંક

અમદાવાદ : આજે પ્રદેશ ભાજપ દ્વારા ડોકટર સેલના હોદ્દેદારોના નામો તથા કિસાન મોરચાના પ્રભારીઓની યાદી જાહેર કરી છે.

 

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ ચિકિત્સા ( મેડિકલ ) સેલના પ્રદેશ સભ્યોના નામોની ઝોનવાર યાદી જાહેર કરાઈ છે જેમાં દક્ષિણ ઝોનમાં ડો. ધીરેન પટેલ ( સુરત ), ડો. પ્રિતિબેન સોંલકી ( સુરત જિલ્લો ),ડો. બિમલભાઇ પટેલ ( વલસાડ ), ડો. આકાશ વાઘાણી ( સુરત ) જયારે મધ્ય ઝોનમાં ડો. મિતેશભાઇ શાહ, ( વડોદરા ), ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( આણંદ ), ડો. મોહનસીંગ રાજપૂત ( વડોદરા, ડો. પિનાકીન એસ. પટેલ ( મહીસાગર )ની તથા ઉત્તર ઝોનમાં ડો. અનિલભાઇ પટેલ ( મહેસાણા ) ડો. કિરણભાઇ પટેલ ( અમદાવાદ ), ડો. નિપુલભાઇ સાલ્વી ( પાટણ ), ડો. હસમુખભાઇ વૈદ્ય ( કર્ણાવતી ), અને સૈરાષ્ટ્ર ઝોનમાં ડો. અમિતભાઇ હાપાણી ( રાજકોટ ), ડો. પરેશભાઇ સોંલકી ( ભાવનગર ), ડો. અતુલભાઇ વેકરિયા ( જામનગર શહેર ) તથા ડો. ચેતનભાઇ અધેરા ( મોરબી )ની નિમણૂંક કરાઈ છે .

આ ઉપરાંત પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષભાઇ પટેલ દ્વારા આજે પ્રદેશ મોરચાના જીલ્લા/મહાનગરના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. 50 જણાંની જાહેર કરાયેલી યાદીમાં સૌથી વધુ દાહોદમાં ત્રણ પ્રભારીઓની નિમણૂંક કરાઇ છે. જયારે આઠ જિલ્લા/મહાનગરો જેવાં કે ડાંગ, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર શહેર, ગાંધીનગર શહેરમાં બબ્બે પ્રભારીના નામો જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 31 જિલ્લા/ મહાનગરમાં એક-એક પ્રભારીના નામો જાહેર કરાયાં છે.

(9:07 pm IST)